24મેના અલગ-અલગ પ્રકારે વરસાદના અવલોકન સાથે આગાહી કરશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિ.માં વર્ષા મંડળ દ્વારા દર વર્ષે વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરવામાં આવે છે આ ખવતે આગામી ચોમાસાના વરતારા માટે તા.24મે શુક્રવારના રોજ 30માં પરિસંવાદનું વિવિધ ખગોળીય શા જયોતિષવિદો, હવામાન શાસ્ત્રિઓ, વનસ્પતિ વીદો, પશુ પક્ષીની ચેષ્ટાના અભ્યાસીઓ, કૃષિ વિજ્ઞાનિકો, પર્યાવરણ વિદો તેમજ પરંપરાગત અનુભવી પ્રાચીન વર્ષા વિજ્ઞાનના અભ્યાસુઅ જુદા જુદા વિષયોના આગાહીકાર પતે પોતાના અવલોકનના આધારે પુર્વાનુમાન રજુ કરતા હય છે.
વર્ષા વિજ્ઞાન મંડળ આ બધા આગાહીકારોને એક મંચ પર ભેગા થાય અને પોત પોતાના અવલોકન અને પુર્વાનુમાન અંગે એક બીજા સાથે ચર્ચા વિચારણા દ્વારા એકબીજાને સારી રીતે સમજી ભવિમષ્યમાં પોતાનું પૂર્વામાન વધુ સચોટ રીતે કેળવવાની ક્ષમતા કેળવાય તે હેતુથી પરિસંવાદનું આયજ કર્યુ છે. વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા દર વર્ષે આગાહીમાં ભાગ લેતા આગાહીકારને તા.15-4-24 સુધીમાં તેમણે નકકી કરેલા પૂર્વાનુમાન તૈયાર કરી મોકલી આપવાની જાણ કરી દેવામાં આવી છે. આ તમામ વિગતો એકત્ર થયા બાદ તેના પરથી વર્ષા વિજ્ઞાન મંડળ દ્વારા આગામી ચોમાસાન કયાસ કાઢવામાં આવશે.