ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં જુલાઈ માસમાં જળ હોનારત થયું હતું. જેમા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની સ્થાયી મિલકતને માતબાર નુકસાન થયાની સાથે સાથે એક જાનહાની પણ યુનિવર્સિટીએ ભોગવી છે. સ્વ.સુરેશભાઈ ખીમાભાઈ વાળોદરા યુનિવર્સિટીના શ્રમયોગીનું આકસ્મિક રીતે દુ:ખદ અવસાન થયું હતું. કૃષિ યુનિવર્સિટીના કુલપતિની પ્રેરણાથી કૃષિ યુનિવર્સિટી જરૂરિયાતમંદ દર્દી અને પરિવારોને માનવતાના કાર્યોમાં આર્થિક યોગદાન આપી સહભાગી બની રહેવા હરહમેશ તત્પર રહે છે. જેના ભાગરૂપે આકસ્મિક રીતે દુ:ખદ અવસાન પામેલ સ્વ.સુરેશભાઈ ખીમાભાઈ વાળોદરાના પત્ની ગં.સ્વ.હંસાબેન સુરેશભાઈ વાળોદરાના પરિવાર પર આવી પડેલ આફતમા આર્થિક મદદરૂપ થવા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પરિવારે આર્થિક સહાય રૂપે રૂ. 1,88,120 કુલપતિ તેમજ યુનિવર્સિટી અધિકારીઓના હસ્તે આપવામાં આવ્યા હતા.