ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢના 81 વર્ષના અશક્ત વૃદ્ધ શ્રી મનહરભાઈ લાખાણી પોતે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં મતદાન કરવાની ઈચ્છા ધરાવતા હોઈ ત્યારે તેને જૂનાગઢ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ પોતાની કારમા લઈ જવામાં આવેલ અને સમગ્ર ટીમને સાથે રાખી અને મનહરભાઈ લાખાણી વૃદ્ધને તકલીફના પડે તે રીતે સાથે જઈ અને મતદાન કરાવેલ હતું
- Advertisement -
અને ચક્ષુદાનનો સંકલ્પ પણ કરાવ્યો હતો ત્યાર મનહરભાઈ લાખાણીએ લોકશાહીના મૂલ્યો સમજીને મતદાન કર્યું હતું અને આજની યુવા પેઢીને સંદેશો આપ્યો હતો કે, લોકશાહીને જીવંત રાખવા તમામ મતદારોએ પોતાનો અમૂલ્ય વોટ પોતાની ફરજ સમજીને આપવો જોઈએ.