સુપ્રીમકોર્ટના 75 વર્ષ પૂરાં થતાં પ્રધાનમંત્રી મોદીનું નિવેદન
આઝાદી બાદ ન્યાયપાલિકાએ ન્યાયની ભાવનાની રક્ષા કરી
- Advertisement -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતની સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરાં થવાના અવસરે ટિકિટ અને સિક્કાનું અનાવરણ કરવાની સાથે કહ્યું કે સુપ્રીમ કોર્ટના 75 વર્ષ પૂરાં કરવા તે કોઈ એક સંસ્થાની સફર નથી પણ આ યાત્રા છે ભારતના બંધારણ અને તેના બંધારણીય મૂલ્યોની. ભારત લોકોએ ક્યારેય સુપ્રીમ કોર્ટ, આપણી ન્યાયપાલિકામાં વિશ્વાસ નથી ગુમાવ્યો એટલા માટે સુપ્રીમ કોર્ટના આ 75 વર્ષ મધર ઓફ ડેમોક્રસી ભારતના ગૌરવને આગળ વધારે છે. દેશ બંધારણની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે એટલા માટે આ અવસરમાં પણ ગર્વ અને પ્રેરણા પણ છે.
પ્રધાનમંત્રી મોદીએ ન્યાયપાલિકાને મજબૂત સ્તંભ ગણાવ્યો
પ્રધાનમંત્રી મોદીએ આગળ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ઈમરજન્સીના કાળા દિવસોમાં મૌલિક અધિકારો અને રાષ્ટ્રીય હિત સંબંધિત મુદ્દાઓ અંગે રાષ્ટ્રીય એકતા જાળવી રાખી હતી. આઝાદીના અમૃતકાળમાં 140 દેશવાસીઓનું એક જ સપનું છે – વિકસિત ભારત, નવું ભારત. નવું ભારત એટલે કે વિચાર અને સંકલ્પથી એક આધુનિક ભારત. આપણી ન્યાયપાલિકા આ વિઝનનો એક મજબૂત સ્તંભ છે.
- Advertisement -
પ્રધાનમંત્રીને ન્યાયપાલિકાના કર્યા વખાણ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આપણા લોકતંત્રમાં ન્યાયપાલિકા બંધારણની સંરક્ષક મનાય છે. તે પોતાનામાં જ એક મોટી જવાબદારી છે. આપણે સંતોષ સાથે કહી શકીએ કે આપણી સુપ્રીમ કોર્ટ, આપણી ન્યાયપાલિકાએ આ જવાબદારીનું ખૂબ જ શ્રેષ્ઠ રીતે નિર્વહન કર્યું છે. આઝાદી બાદ ન્યાયપાલિકાએ ન્યાયની ભાવનાની રક્ષા કરી. જ્યારે જ્યારે દેશની સુરક્ષાનો સવાલ ઊભો થયો તો ન્યાયપાાલિકાએ રાષ્ટ્રહિત સર્વોપરી રાખી ભારતની એકતાની સુરક્ષા કરી.