જયા પાર્વતી વ્રતએ શિવ-પાર્વતીજીની પૂજા-અર્ચનાનું વ્રત છે. અષાઢ સુદ તેરસથી શરુ થતા આ વ્રત અષાઢ વદ ત્રીજ સુધી ઉજવાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુંવારિકાઓ વ્રતનું સમાપન કરે છે.
- Advertisement -
જેમાં ગઈકાલે રાત્રે રાજકોટના પણ મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને સ્ત્રીઓ દ્વારા જાગરણની ઉજવણી કરવામાં આવી હતી. રેસકોર્સ, કાલાવાડ રોડ પર આવેલા કાફે, સિનેમાઘરોમાં વ્રતધારી બહેનોએ મોટી સંખ્યામાં પરિવાર સાથે જાગરણ કર્યું હતું.
જયારે રાજકોટ પોલીસ પણ પોતાની ફરજના ભાગ રૂપે સમગ્ર શહેરમાં સતત પેટ્રોલીંગ કરી કોઈ પણ જાતના છેડતી કે પજવણીના બનાવ ન બને તે માટે સમગ્ર રાત્રે પર પેટ્રોલિંગ સાથેની કવાયત કરી હતી.