ખાસ-ખબર સંવાદદાતા
રાજુલા પ્રાંત કચેરી ખાતે નેશનલ પ્રેસ એસોસિયેશન તેમજ પત્રકાર મિત્રો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમા નેશનલ પ્રેસ એસોસિયેશનના હોદ્દેદારો તેમજ નેશનલ પ્રેસ એસોસિયેશન અમરેલી જીલ્લા પ્રભારી રમેશભાઈ પરમાર સહીત રાજુલા જાફરાબાદના પત્રકારો હાજર રહ્યા હતાં. આ આવેદનપત્ર પત્રમાં જણાવ્યુ હતું કે, સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા અને પત્રકાર પર થયેલ આ પાયા વિહોણો કેસ પરત લઈ ખોટી કાર્યવાહી કરી પત્રકારનો અવાજ દબાવનાર અને પોતાની સત્તાનો દૂર ઉપયોગ કરનાર અધિકારી વિરુધ્ધ કાર્યવાહી કરાય તેમજ પત્રકાર પર થતા અત્યાચાર અને પત્રકાર પર કરાયેલ ખોટી ફરિયાદી લઇ કડક હાથે કાર્યવાહી કરવામા આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામા આવ્યું હતું.
રાજુલા પ્રાંત અધિકારીને પત્રકારોએ આવેદનપત્ર પાઠવ્યું
