ઇન્ડિયન વીમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરને આઇસીસીએ મોટો ઝટકો આપ્યો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વન ડેમેચ ખરાબ વ્યવહાર અને અંપાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવા માટે ભારતીય ટીમના કેપ્ટનને 2 ઇન્ટરનેશનલ મેચો માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. આ અંગે હરમનપ્રીત કૌર ભારત માટે આગામી 2 મેચ નહી રમી શકે.
બાંગ્લાદેશની વિરુદ્ધ ત્રીજી વન ડેમાં આઉટ થયા બાદ હરમનપ્રીત કૌરે ગુસ્સામા પોતાના બેટ વિકેટ પર ફટકાર્યું હતું. સાથે જ તેમણે મેચ ખતમ થયા બાદ અંપાયરિંગના સ્તર પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હાલ હવે આઇસીસીએ ભારતીય કેપ્ટન પર મોટી એક્શન લીધી છે. આઇસીસીએ હરમનપ્રીત કૌરને 2 ઇન્ટરનેશનલ મેચો માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ વિરુદ્ધ ત્રીજી વન ડે મેચ દરમિયાન પોતાના ખરાબ વ્યવહારના કારણે હરમનપ્રીત કૌર સતત સમચારોમાં છે. સોશિયલ મીડિયા યુઝર્સ સતત ભારતીય કેપ્ટન પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા. આ ઉપરાંત એવું માનવામાં આવી રહ્યું છે કે, આઇસીસી હરમનપ્રીત કૌર પર કાર્યવાહી કરી શકે છે.