જ્હોન્સન એન્ડ જ્હોન્સનના નામથી લગભગ દરેક જણ પરિચિત છે અને તેનાં બાળકોની સંભાળ સંબંધિત પ્રોડક્ટ દરેક ઘરમાં ઉપયોગમાં લેવાય છે. હવે આ મોટી એક વ્યક્તિને 15 મિલિયન ડોલર એટલે કે લગભગ 126 કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. હકીકતમાં, આ વ્યક્તિએ વર્ષ 2021 માં કેસ દાખલ કર્યો હતો અને કંપનીના બેબી પાઉડરમાં એસ્બેસ્ટોસ એક પ્રકારનું હાનિકારક ફાઇબર છે.
જે મેસોથેલિયોમા જેવાં દુર્લભ કેન્સરનું જોખમ ઊભું કરે છે. દાવો કર્યો કે તેનાં સતત ઉપયોગથી કેન્સર થઈ શકે છે. કનેક્ટિકટના એક વ્યક્તિ ઈવાન પ્લોટકીનએ જોન્સન એન્ડ જોન્સનના બેબી પાઉડર પર આરોપ લગાવ્યો હતો કે દાયકાઓ સુધી આ ટેલ્ક પાવડરનો ઉપયોગ કરવાને કારણે તેને મેસોથેલિયોમા જેવું દુર્લભ કેન્સર થયું છે. આ વ્યક્તિએ વર્ષ 2021 માં પોતાની બીમારીના નિદાન બાદ કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
- Advertisement -
સારવાર અને તેનાં રોગમાંથી સાજા થયાં પછી, ઇવાન પ્લોટકિને જોન્સન એન્ડ જોન્સન કંપની સામે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી અને ફેરફિલ્ડ કાઉન્ટી, કનેક્ટિકટ સુપિરિયર કોર્ટમાં દાવો દાખલ કર્યો, જેમાં જણાવ્યું હતું કે આ બેબી પાવડરના ઉપયોગથી તેને ગંભીર બીમારી થઈ હતી.
જ્યુરીએ કેસને ગંભીરતાથી લીધો અને જાણવા મળ્યું કે જોન્સન એન્ડ જોન્સનને નુકસાની ચૂકવવી જોઈએ, જે પછીથી કેસ સંભાળતાં જજ દ્વારા કંપનીને 15 મિલિયન ડોલર ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. જોન્સન એન્ડ જોન્સન પર 9 બિલિયન ડોલરના 62000 થી વધુ લોકોએ દાવાઓ કરેલા છે જેમાં તેઓએ દાવાઓ કર્યા છે કે પાવડરથી અંડાશયના અને અન્ય સ્ત્રીરોગના કેન્સર થયાં છે.આ માટે હજુ સુનવણી બાકી છે.
ભારતમાં પણ બિઝનેસ મોટો છે
- Advertisement -
અમેરિકન ફાર્મા કંપની જોન્સન એન્ડ જોન્સનનો પણ ભારતમાં મોટો બિઝનેસ છે અને તે દેશમાં લાંબા સમયથી બેબી પાવડરનું વેચાણ કરી રહી છે. કંપનીનો જ્હોન્સન બેબી પાવડર ભારતીય બજારમાં ઘણો લોકપ્રિય છે. મોટા ભાગના ઘરોમાં નાના બાળકો માટે આ પાવડરનો વ્યાપક ઉપયોગ થાય છે. બેબી પાવડર ઉપરાંત, કંપની ભારતમાં બેબી શેમ્પૂ, બેબી સોપ અને બેબી ઓઈલ પણ વેચે છે અને તેની ભારે માંગ છે.




