લગ્નજીવનમાં કહેવાય છે ને પત્ની સામે જીતવું અઘરુ હોય છે અને ભાગ્યે જ વિરલા પત્ની સામે જીતી શકતા હોય છે એવું કહેવાય છે પરંતુ હોલિવુડ અભિનેતા જોની ડેપના કિસ્સામાં આ કહેવત બિલકુલ ખોટી પડી છે. જોની ડેપ તાજેતરમાં પત્ની એમ્બર હર્ડ સામેનો 15 મિલિયન ડોલરનો છુટાછેડાનો કેસ જીતી ગયો છે.
- Advertisement -
બ્રિટનની વારાણસી હોટલમાં મિત્રોને આપી ભવ્ય પાર્ટી
પત્ની સામે છૂટાછેડાનો કેસ જીતી જતા જોની ડેપની ખુશીનો પાર રહ્યો નહોતો અને તેણે મિત્રો અને સ્વજનોને ભવ્ય પાર્ટી આપવાનું નક્કી કર્યું હતું. પોતાના નક્કી કરેલા પ્લાન પ્રમાણે જોની ડેપ તેના મિત્રોને લઈને બર્ધિમહામ ખાતેની ભારતીય રેસ્ટોરન્ટ વારાણસીમાં લઈને આવ્યો હતો. અહીં બધા ડેપે મિત્રો સાથે પહેલા શેમ્પેઈનની બોટલ ખોલીને ખુશી મનાવી હતી અને ત્યાર બાદ રેસ્ટોરન્ટનું ભવ્ય ખાણુ લીધું હતું. આ પ્રસંગે જોની ડેપ ખૂબ ખુશ લાગતો હતો. જોની ડેપ મિત્રો સાથે વારાણસી હોટલમાં ભારતીય વાનગીઓ, કોકટેલ rose Champagneનું ભવ્ય ડીનર લીધું હતું. જોની ડેપ અને ,તેમના મિત્રોને ડિનર માટે કોઈ અગવડ ન પડે એટલા માટે હોટલ વહિવટીતંત્ર દ્વારા અન્ય મહેમાનો માટે આખો ડિનર હોલ ખાલી કરાવાયો હતો.
જોની ડેપે પત્ની સામે જીત્યો છુટાછેડાનો કેસ
હોલીવુડ અભિનેતા જોની ડેપ અને તેની પૂર્વ પત્ની એમ્બર હર્ડ વચ્ચે કોર્ટમાં ચાલેલી લાંબી લડાઈ અંતે જોનીની તરફેણમાં પૂરી થઈ છે. ટ્રાયલમાં જ્યુરીએ ડેપની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જોની ડેપે અભિનેતા એમ્બર હર્ડ સામે માનહાનિનો દાવો દાખલ કર્યો હતો, જે તેણે આખરે જીતી લીધો છે.
- Advertisement -
જ્યુરીએ જોની ડેપને 15 મિલિયન યુએસ ડોલર (આશરે રૂ. 1,16,33,46,750) નુકસાની ચૂકવવાનો આદેશ આપ્યો છે. તો સામે જ્યુરીએ એમ્બર હર્ડને તેના કાઉન્ટરસુટ પર 2 મિલિયન યુએસ ડોલર (આશરે 15,51,12,900 રૂપિયા) ચૂકવવા માટે પણ કહ્યું છે.
શું છે આખો મામલો?
તમને જણાવી દઈએ કે એમ્બર હર્ડે દાવો કર્યો હતો કે ડેપે લગ્ન પહેલા અને પછી તેનું શોષણ કર્યું હતું. ડેપના વકીલે તેની બદનક્ષી કરી હતી અને તેણે જોનીના બદનાક્ષીના આરોપને ખોટો ગણાવ્યો હતો. આ પછી એમ્બર હર્ડે જોની ડેપ પર ઘરેલું શોષણનો કેસ પણ કર્યો હતો.
ડેપે હર્ડ પર 50 મિલિયન ડોલર્સનો દાવો માંડ્યો હતો, તેણે એવી દલીલ કરી હતી કે તેણે વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં હર્ડ દ્વારા ડેપને ઘરેલું હિંસાનું પ્રતિનિધિત્વ કરતી જાહેર વ્યક્તિ કહીને તેણે બદનામ કર્યો હતો.
જોની ડેપે રજૂ કર્યો પોતાનો પક્ષ
તે જ સમયે, 36 વર્ષીય અભિનેત્રી હર્ડે 100 મિલિયન ડોલર્સનો દાવો દાખલ કરતા કહ્યું કે ડેપના વકીલે તેના આરોપોને છેતરપિંડી કહીને બદનામ કર્યા છે. તે જ સમયે, ડેપે હર્ડ અથવા કોઈપણ મહિલા સાથે હિંસા કર્યાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તે અમારા સંબંધોમાં તે પોતે હિંસક બની હતી.
બંનેએ 2015માં લગ્ન કર્યા હતા
જોકે, જ્યુરીએ ચુકાદો આપ્યો ત્યારે જોની ડેપ કોર્ટરૂમમાં હાજર ન રહ્યા હતા. જ્યારે, એમ્બર હર્ડ હાજર હતા. નિર્ણયની જાહેરાત થયાના થોડા સમય પછી, જોની ડેપે તેના ફેસબુક એકાઉન્ટ પરથી એક નિવેદન પોસ્ટ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું કે કોર્ટ જયુરીએ મને મારી જિંદગી પછી આપી છે. ડેપ અને હર્ડ 2011 માં ફિલ્મ ‘ધ રમ ડાયરી’ના શૂટિંગ દરમિયાન મળ્યા હતા અને ફેબ્રુઆરી 2015 માં લગ્ન કર્યા હતા. જો કે લગ્નના લગભગ બે વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા.
જોની ડેપને મળશે 15 મિલિયન ડોલર્સ
પત્ની એમ્બર હર્ડ સામે બદનક્ષીનો દાવો જીતનાર અભિનેતા જોની ડેપે તેના મિત્રો સાથે ખાસ ઉજવણીના કરી ડિનર પર 62,000 ડોલર (48.1 લાખ રૂપિયા)થી વધુનો ખર્ચ કર્યો હતો. રવિવારે સાંજે ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં સેલિબ્રેશન ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું.