એમ્બર હર્ડ પોતાના એક્સ હસબન્ડ જોની ડેપ સામે માનહાનિનો કેસ હારી ગઈ હતી. જ્યાર બાદ એમ્બરે કોર્ટ પાસે આ નિર્ણયને રદ્દ કરવાની અપીલ કરી હતી.
અમેરિકામાં વર્જીનિયા કોર્ટે ગયા બુધવારે એક્ટ્રેસ અમ્બર હર્ડની માનહાનિ કેસમાં એક નવા કેસની માંગને હવે ફગાવી દીધી છે. હકીકતે એમ્બર હર્ડ પોતાના એક્સ હસબન્ડ જોની ડેપ સામે માનહાનિનો કેસ હારી ગઈ હતી. જ્યાર બાદ એમ્બરે કોર્ટ પાસે આ નિર્ણયને રદ્દ કરવાની અપીલ કરી હતી.
- Advertisement -
ફ્રેશ ટ્રાયલની માંગ
તેના પર બાબત એમ્બરનું કહેવું છે કે તેમને ફ્રેશ ટ્રાયલ જોઈએ છે કારણ કે જોની ડેપના દાવાઓને ક્લેમ કરવા માટે કોઈ પણ સબૂત નથી. તેની સાથે જ તેમણે જૂરી પર આરોપ લગાવતા કહ્યું કે ટ્રાયલ વખતે એમ્હરની તરફથી રજૂ કરવામાં આવેલા પુરાવાને સંપૂર્ણ રીતે નજરઅંદાજ કરવામાં આવ્યા હતા.
ફરીથી ટ્રાયલ કરવાની અપીલ
મહત્વનું છે કે આ મામલામાં એમ્બર હર્ડના વકીલે કોર્ટના નિર્ણયને ફગાવવાની માંગ કરી હતી. તેની સાથે જ તેમણે કોર્ટથી માનહાનિ કેસ પર ફરીથી ટ્રાયલ કરવાની પણ અપીલ કરી હતી. જણાવી દઈએ કે કોર્ટના નિર્ણય પર સવાલ ઉભા કરતા એમ્બરની લીગલ ટીમે એ પણ દાવો કર્યો છે કે આ કેસમાં એવો કોઈ પણ સબૂત નથી કે તેના આધાર પર એમ્બર હર્ડને 10 મિલિયન ડોલરનું વળતર ભરવાનું કહેવામાં આવ્યું હતું.
એક્ટ્રેસે ફરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો
સાથે જ તેમની તરફથી એમ પણ કહેવામાં આવ્યું હતું કે જોન ડેપની ટીમે આ સાબિત નથી કહ્યું કે હર્ડની તરફથી તેમની પર લગાવવામાં આવેલા આરોપ ખોટ અને નિરાધાર છે. એવામાં હવે આ મામલામાં આ હોલિવુડ એક્ટ્રેસે એક વખત ફરી કોર્ટનો દરવાજો ખખડાવતા આ મામલાને ફરીથી ઓપન કરવાની માંગ કરી હતી. જેને હવે કોર્ટે ખારિજ કર્યા છે.