રાષ્ટ્રપતિ પદ માટે ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પ્રબળ દાવેદાર
જો બાઇડને ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર ચિંતા વ્યક્ત કરી
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકામાં આવતા વર્ષે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષોના પ્રચારે જોર પકડ્યું છે. રાષ્ટ્રપતિ જો બિડેને ફંડ રેઈઝિંગ ઈવેન્ટ દરમિયાન કહ્યું કે જો પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રિપબ્લિકન ઉમેદવાર નહીં બને તો હું નિશ્ચિતપણે કહી શકું નહીં કે હું ચૂંટણી લડીશ કે નહીં. આ સાથે તેમણે ચેતવણી આપી હતી કે 2024માં લોકશાહી માટે વધારે ખતરો છે.
તે જ સમયે, ટ્રમ્પે કહ્યું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ બનશે તો તેઓ સત્તાનો દુરૂપયોગ નહીં કરે.રાષ્ટ્રપતિ બિડેને ચૂંટણી માટે ભંડોળ એકત્ર કરવા માટે મંગળવારે બોસ્ટનની બહાર આયોજિત એક કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. કહ્યું કે તે ફરીથી વ્હાઇટ હાઉસને નિયંત્રિત કરવાનો દાવો કરી રહ્યા છે. પરંતુ એ યાદ રાખવું પડશે કે ટ્રમ્પે તેમના સમર્થકોને કહ્યું છે કે બદલો લેવો પડશે, તેમણે કીડા-મકોડાઓને દેશમાંથી ભગાડવાનો સંકલ્પ કર્યો છે.
અમે તેમને જીતવા દેવા માંગતા નથી. જો તેઓ સત્તામાં આવશે તો તેઓ લોકશાહીનો નાશ કરશે. રિપબ્લિકન પાર્ટીમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ સૌથી પ્રબળ દાવેદાર છે. તેઓ પાર્ટીના અન્ય દાવેદારો કરતા ઘણા આગળ છે. આ દરમિયાન ટ્રમ્પે મંગળવારે ફોક્સ ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે જો તેઓ ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાશે તો તેઓ સત્તાનો દુરૂપયોગ નહીં કરે. હું સરમુખત્યાર નહીં બનુ. ટ્રમ્પે બિડેનને લોકશાહી માટે ખતરો ગણાવ્યા છે.