ઇઝરાયલ- હમાસની વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં લગભગ 5500 લોકોની અત્યાર સુધીમાં મોત થઇ ગઇ છે. આની વચ્ચે અમેરિકાએ રાષ્ટ્રપતિને ઇઝરાયલના વડાપ્રધાનથી ગાઝાને લઇને ચર્ચા કરી હતી. જણાવી દઇએ કે, હમાસ અને ઇઝરાયલના યુદ્ધની વચ્ચે ગાઝાના નિર્દોષોની સુરક્ષા માટે વિશ્વની સાથે-સાથે અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી છે.
વ્હાઇટ હાઉસે જણાવ્યું કે, અમેરિકાએ રાષ્ટ્રપતિ જો બિડેનએ શનિવારે ઇઝરાયલી વડાપ્રધાન બેંજામિન નેતન્યાહૂ સાથે વાત કરી. આ દરમ્યાન તેમણે ગાઝાની હાલની સ્થિતિની પ્રગતિ વિશે જાણકારી મેળવી હતી. આ સિવાય, બે અમેરિકી નાગરિકોને છોડવા માટે ઇઝરાયલના સમર્થન માટે બિડને નેતન્યાહૂનો આભાર માન્યો હતો. વાતચીત દરમ્યાન બીજા બંધકોને છોડવા માટેના પ્રયાસોની ચર્ચા પણ કરી હતી.
- Advertisement -
ગાઝાના લોકોની સહાયતા અમેરિકાની પ્રાથમિકતા છે
આ પહેલા, અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યુ હતું. આ દરમ્યાન તેમણે કહ્યું હતું કે, ગયા અઠવાડિયે યુદ્ધને લઇને હું વિવિધ દેશની યાત્રા પર હતો. આ દરમ્યાન ગાઝામાં મદદ મોકલવી એ મારી પ્રાથમિકતા હતી. મદદ મોકલવા માટે અમે એક યોજના વિકસિત કરી છે. આ યોજના પર રાષ્ટ્રપતિ જો બિડેને પણ ઇઝરાયલની યાત્રા દરમ્યાન મંજૂરી આપી હતી. અમેરિકા, મિસ્ત્ર અને ઇઝરાયલની સાથે-સાથે મધ્ય પૂર્વ માનવીય મુદા માટે વિશેષ દૂત ડેવિડ સૈટરફીલ્ડની સાથે કામ કરી રહ્યા છીએ. જલ્દી જ આ યોજના અમલમાં મૂકાશે.
અમેરિકા પશ્ચિમ એશિયામાં વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલશે
જયારે, અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને કહ્યું કે, તેમણે દેશને પશ્ચિમ એશિયામાં પોતાની વધારાની એર ડિફેન્સ સિસ્ટમ મોકલવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રપતિ જો બિડેનની સાથે ઇરાનના ક્ષેત્રમાં વધતી ગતિવિધિઓની સાથે યુદ્ધ લડાવાના પ્રયાસો પર વિસ્તારથી ચર્ચા કરી છએ. આ પછી તેમણે ક્ષેત્રમાં અમેરિકી સેનાની હાજરીને મજબૂત કરવા માટે વધારે હથિયારોની રાખવાનો આદેશ આપ્યો છે. અમેરિકા પશ્ચિમ એશિયામાં ટર્મિનલ હાઇ એલ્ટીટયૂડ એરિયા ડિફએન્સ સિસ્ટમ તેમજ પૈટ્રિયટ બટાલિયનને પણ તૈનાત કરશે. પૈટ્રિયટ બટાલિયન અમેરિકાની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ માનવામાં આવી રહી છે.