વિદ્યાર્થી રાજકારણ અને યુનિવર્સિટીની અંદર ચાલી રહેલી રાજનીતિને દર્શાવતી ફિલ્મ ‘JNU’નું ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીએ છેલ્લા થોડા સમયથી ગંભીર મુદ્દાઓ બતાવવાની પહેલ કરી છે, પછી તે રાજકારણ હોય કે સામાજિક મુદ્દાઓ. મેકર્સે હાલમાં જ JNU-જહાંગીર નેશનલ યુનિવર્સિટીનું ટીઝર રિલીઝ કર્યું છે.
- Advertisement -
ટીઝર રીલીઝ થતાંની સાથે જ લોકો વચ્ચે ચર્ચાનું વિષય બન્યું છે. ફિલ્મના ટીઝરમાં ત્રણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો બતાવવામાં આવી છે કે દેશવિરોધી, ગુનાહિત કાવતરું, આતંકવાદ પછી દેશદ્રોહ છે. આ સાથે જ ટીઝરમાં બીજી ઘણી વસ્તુઓ બતાવવામાં આવી છે અને ખાસ કરીને રવિ કિશનના દમદાર ડાયલોગ્સ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે.
આ ફિલ્મ JNU રાષ્ટ્રવાદ, વૈચારિક સક્રિયતા અને વિદ્યાર્થી ચળવળના મુદ્દાઓ પર ચર્ચા આધારિત એક ફિલ્મ છે. આ ફિલ્મ રાષ્ટ્રવાદ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રચલિત રાજકારણ વિશે વાત કરે છે.
- Advertisement -
સિદ્ધાર્થ બોધકે, ઉર્વશી રૌતેલા, રવિ કિશન, પિયુષ મિશ્રા, વિજય રાઝ, રશ્મિ દેસાઈ સહિત ઘણા દમદાર કલાકારો અભિનીત ફિલ્મ ‘JNU’નું ટીઝર રીલીઝ થતાં જ વાયરલ થયું હતું. આ ફિલ્મ 5 એપ્રિલ, 2024ના રોજ સિનેમાઘરોમાં આવશે.
પીવીઆર અને આઈનોક્સ પિક્ચર્સ દ્વારા નિર્મિત, ફિલ્મ ‘જેએનયુ’નું નિર્દેશન વિનય શર્માએ કર્યું છે, જ્યારે પ્રતિમા દત્તા ફિલ્મની નિર્માતા છે. ફિલ્મમાં અતુલ પાંડે અને સોનાલી સહગલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ટીઝર સોશિયલ મીડિયા પર #JNUTeaser સાથે શેર કરવામાં આવ્યું છે જે ટ્રેન્ડમાં છે.