ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ જિલ્લામાં નવનિયુક્ત થયેલા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન ગઢવીએ ગીર સોમનાથ જિલ્લા એસ.ઓ.જી પી.આઇ તરીકેનો ચાર્જ સંભાળ્યો. ગાંધીનગર ખાતે 15.5.1985ના રોજ જન્મેલા તેઓ યશસ્વી કારકિર્દી સાથે 2010 માં ગુજરાત પોલીસ દળમાં પીએસઆઇ તરીકે જોડાયા.હતા અને વર્ષ 2010 થી 2017 આણંદ પીએસઆઇ, 2017 થી 2022 પંચમહાલ પીએસઆઇ અને 2022 થી 2024 એસીબી અમદાવાદ પ્રમોશનથી પી.આઈ અને ત્યાર બાદ સોમનાથ મહાદેવના દર્શન કરી ગીર સોમનાથ એસઓજી પીઆઇ તરીકેનો ચાર્જ સંભાળ્યો.