ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ શહેરના પર્ણકુટી સોસાયટી મેઈન રોડ ઉપર શ્રી કોલોની ચોક તરફ જતાં રોડ પાસે આ કામના આરોપીઓ વિરેન્દ્રભાઈ ઉર્ફે મહાદેવ ચંદભાઈ દેસાઈ, જતીન કિશોરભાઈ પંચાસરા, કેયુર રજનીકાંત વાઘેલા, કિશન અશોકભાઈ વાઘેલાની વર્તણુંક શંકાસ્પદ લાગતા અને તેની પાસેથી કુલ 44.35 ગ્રામ ગાંજો મળી આવતાં આરોપીઓને એન.ડી.પી.એસ. એક્ટની કલમ 8સી, 20(એ), 20(બી) 1(એ), 29 મુજબ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા તા. 3-7-2020ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને નામદાર અદાલતમાં ચાર્જશીટ થતાં કેસ ચાલી ગયો હતો. આ કેસની ટૂંકમાં હકીકત એવી છે રાજકોટના એસ.ઓ.જી. પોલીસ સ્ટેશનના અધિકારીઓ રાજકોટ શહેરના પર્ણકુટી સોસાયટી મેઈન રોડ ઉપર શ્રી કોલોની ચોક તરફ જતાં રોડ પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન રોંગ સાઈડમાં પર્ણકુટી ચોકી તરફ મોઢુ કરેલ એક કાળા કલરના એક્ટિવા પાસે 3 ઈસમો તેમજ તેની બાજુમાં એક ઈસમ બીજો બેઠેલો હોય તેની વર્તણુંક શંકાસ્પદ જણાતી હોવાથી જેને ઝડતી તપાસ કરતા આ કામના આરોપીઓ વિરેન્દ્રભાઈ (ઉર્ફે મહાદેવ ચંદભાઈ) દેસાઈ પાસેથી 28.32 ગ્રામ ગાંજો તથા જતીન કિશોરભાઈ પંચાસરા, કેયુર રજનીકાંત વાઘેલા, કિશન અશોકભાઈ વાઘેલાના સંયુક્ત કબજા ભોગવટામાંથી 16.03 ગ્રામ ગાંજો મળી આવેલો હતો.
પોલીસ અધિકારીઓએ બે રાહદારી પંચોને સાથે રાખી ઉપરોક્ત શંકાસ્પદ સ્થળે ઉપરોક્ત આરોપી માદક પદાર્થ ગાંજા જથ્થા સાથે ઝડપાઈ જતાં તેઓની વિરુદ્ધ માલવીયાનગર પોલીસ સ્ટેશન રાજકોટ દ્વારા ગત તા. 3-7-2020ના રોજ ગુનો નોંધી આ કામના આરોપીને અટક કરી નામ.કોર્ટમાં રજૂ કરવામાં આવેલો હતો. ત્યાર બાદ આરોપીઓ જામીન પર છુટેલા હોય અને ચાર્જશીટ થતાં નામદાર અદાલતમાં કેસ ચાલુ થતાં આ કામના આરોપી જતીન કિશોરભાઈ પંચાસરા, કેયુર રજનીકાંત વાઘેલા, કિશન અશોકભાઈ વાઘેલા વતી રોકાયેલા વકીલ રણજીત બી. મકવાણા દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અને સાહેદોની ઉલટ તપાસમાં ઘણો જ વિરોધાભાસ જોવા મળેલો હોય અને મુદ્દામાલ અભિપ્રાય મુજબ પણ ગાંજાના વજનમાં વેરિએશન આવતુ હોય ઠરાવમાં પણ અલગ વિગતો આવતી હોય, વજન કરનાર વ્યક્તિને સાહેદ કે કોઈ નિવેદન લીધુલું ન હોય અને ધારદાર દલીલ થકી તમામ સત્ય હકીકત રેકર્ડ લાવેલી અને આરોપીના વકીલ દ્વારા રજૂ કરવામાં આવેલી વડી અદાલતો નામદાર સુપ્રીમ કોર્ટ અને નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ધ્યાને લઈ તમામ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ નામદાર અદાલતે ફરમાવેલો હતો.
- Advertisement -
આ કામમાં આરોપી વતી એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, યોગેશ જાદવ તેમજ મદદનીશમાં અભય ચાવડા તથા વિશાલ રોજાસરા રોકાયેલા હતા.



