યાત્રા 62 દિવસ સુધી ચાલશે; લખનપુરથી ગુફા સુધી 60 હજારથી વધુ સુરક્ષા જવાનો તૈનાત રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
જમ્મુ-કાશ્મીર પોલીસે અમરનાથ યાત્રાને ધ્યાનમાં રાખીને કઠુઆના એન્ટ્રી પોઈન્ટ લખનપુરમાં સીસીટીવી કેમેરા લગાવવાનું શરૂ કરી દીધું છે. પોલીસે કઠુઆ-જમ્મુ હાઈવે પરની દુકાનો અને હોટલના માલિકોને પણ તેમના સીસીટીવી કેમેરા રોડની બાજુમાં લગાવવા કહ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં 3880 મીટર ઊંચી ગુફાની અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટ સુધી ચાલશે.
- Advertisement -
આ પ્રવાસ પહેલગામ અને બાલતાલ માટે નિર્ધારિત છે. કઠુઆના જજઙ શિવદીપ સિંહ જામવાલે કહ્યું- કઠુઆ જિલ્લાના લખનપુર વિસ્તારમાં ઈઈઝટ કેમેરા લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે અને તે બે દિવસમાં પૂરું થઈ જશે. લખનપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીર અને અમરનાથ યાત્રા માટે આવતા વાહનો માટે અલગ-અલગ ચેકપોઇન્ટ બનાવવામાં આવી છે.
અમરનાથ યાત્રાનો માર્ગ હજુ પણ સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો છે. ચિનાર કોપ્ર્સના લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ 16 જૂને યાત્રાના રૂટની સમીક્ષા કરી હતી. અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે અર્ધ-લશ્કરી દળોના 60,000 થી વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે.
62 દિવસની લાંબી યાત્રા દરમિયાન તેમને લખનપુરથી અમરનાથ પવિત્ર ગુફા સુધી તૈનાત કરવામાં આવશે. મુસાફરો ઉપરાંત, 2900 ટટ્ટુ, પીટ્ઠુ અને પાલખીવાળાઓએ પણ નોંધણી કરાવી છે. જે શ્રદ્ધાળુઓને બેઝ કેમ્પથી ગુફા સુધી લઈ જશે. અત્યાર સુધીમાં, 125 ટટ્ટુવાળા, 1,046 પિટ્ઠુવાળા અને 1,733 પાલકીવાળા નોંધાયેલા છે.