શખ્સ દ્વારા જુદી જુદી બે ખેતી લાયક જમીન પર કબજો કર્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યમાં માલિકીની જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબિંગ મુજબનો કાયદો ઘડ્યો છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના જીવ ગામે જુદી જુદી બે ખેતી લાયક જમીન પર ગામના જ શખ્સ દ્વારા ગેરકાયદે કબ્જો કરી જમીનના મૂળ માલિકને જમીન ખાલી કરી દેવા માટે મનાઈ કરતા શખ્સ વિરૂદ્ધ એક જ દિવસમાં બે લેન્ડ ગ્રેબિંગ મુજબનો ગુન્હા નોંધાયા હતા જેમાં પ્રથમ ગુન્હો કોંઢ ગામના પ્રહલાદસિંહ અનીરુદ્ધસિહ ઝાલા દ્વારા જીવ ગામના 310 સર્વે નંબર વાળી જમીન પર ગામના જ ગજેન્દ્રસિંહ ઉર્ફે ઘોઘુભા બાપાલાલ ઝાલા દ્વારા ગેરકાયદેસર કબ્જો કર્યો હતો જે અંગે પ્રહલાદસિંહ ઝાલા દ્વારા વારંવાર પોતાની જમીન ખાલી કરી દેવા માટે જણાવવા છતાં જમીન ખાલી નહિ કરનાર ગજેન્દ્રસિંહ ઉર્ફે ઘોઘૂભા બાપાલાલ ઝાલા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ મુજબ અરજી દાખલ કરતા જિલ્લા કલેકટર દ્વારા હુકમ કરતા શખ્સ વિરૂદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે.
- Advertisement -
જ્યારે આ તરફ અન્ય એક લેન્ડ ગ્રેબિંગ મુજબની ફરિયાદમાં રાજેન્દ્રસિંહ મિઠુભા ઝાલા જીવા ગામની 265 સર્વે નબર વાળી ખેતી લાયક જમીનના મુખત્યાર હોય જેઓની જમીન પર અગાઉ ગજેન્દ્રસિંહ ઉર્ફે ઘોઘુભા બાપાલાલ ઝાલા દ્વારા ગેરકાયદે કબ્જો કરેલ હોય જેથી અવાર નવાર કબ્જો ખલી કરી દેવાનું કહેવા છતાં કબ્જો ખલી નહિ કરતા મુખત્યાર રાજેન્દ્રસિંહ ઝાલા દ્વારા જિલ્લા કલેકટરને લેન્ડ ગ્રેબિંગ મુજબની અરજી કરતા શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુન્હો નોંધવાનો હુકમ થતાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો આ પ્રકારે એક જ શખ્સ પર એક જ દિવસમાં બે લેન્ડ ગ્રેબિંગના ગુન્હા નોંધાતા પંથકમાં ચકચાર મચી ગયો છે