આ સેવાઓમાં મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ, હાઈ સ્પીડ બ્રોડબેન્ડ માટે એકીકૃત એન્ડ ટુ એન્ડ સોલ્યુશન: જયાં ઓપ્ટીકલ ફાઈબર પહોંચી શકતો નથી ત્યાં એર ફાઈબર પહોંચી શકશે
અમદાવાદ સહિત દેશના 8 મેટ્રો સીટીમાં જિયો એરફાઈબર લોન્ચ કરવાની જાહેરાત રિલાયન્સ જિયો ઈમ્ફોકોન લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ કરી છે. વિશ્વના સૌથી મોટા ખાનગી મોબાઈલ ડેટા નેટવર્ક જીઓ એ જીયો એર ફાઈબર સેવાઓ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જે 8 મેટ્રો શહેરોમાં ઘરેલુ મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ અને હાઈ-સ્પીડ બ્રોડબેન્ડ માટે એકીકૃત એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન છે.
- Advertisement -
જીઓ એરફાઈબર પ્લાન રૂા.599થી શરુઆત થશે, જયારે એરફાઈબર મેકસ રૂા.1499થી શરૂ થશે. જીઓનું ઓપ્ટીકલ ફાઈબર ઈન્ફ્રાસ્ટ્રકચર સમગ્ર ભારતમાં 15 લાખ કિલોમીટરથી વધુ ફેલાયેલું છે. જીઓની વ્યાપક ઓપ્ટીકલ-ફાઈબર હાજરી જિયોને 200 મિલિયનથી વધુ સ્થળો સાથે નીકળે છે. તેમ છતાં, આપણા દેશના મોટાભાગના ભાગોમાં ભૌતિક લાસ્ટ-માઈલ કનેકટીવીટી પ્રદાન કરવામાં ઘણીવાર ઘણો સમય લાગે છે.
લાખો સંભવિત ગ્રાહકો ઓપ્ટીકલ-ફાઈબરને તેમના પરિસરમાં વિસ્તરણ કરવામાં સંકળાયેલી જટીલતાઓ અને વિલંબને કારણે હોમ બ્રોડબેન્ડ વિના રહે છે. આવાં પરિસરમાં કનેકટીવીટીને વેગ આપવા માટે જીઓ એર ફાઈબર ઉપયોગી છે.
જીઓ એર ફાઈબરના લોન્ચીંગ સમયે બોલતાં રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, ‘અમારી વ્યાપક ફાઈબર-ટુ-ધ હોમ સર્વિસ જીઓ ફાઈબર, પહેલાથી જ 10 મિલિયનથી વધુ ગ્રાહકોને સેવા આપે છે, જેમાં દર મહિને હજારો વધુ લોકો જોડાય છે, પરંતુ હજુ પણ લાખો ઘરો અને નાના ઉદ્યોગોને જોડવાના છે. જીઓ એર ફાઈબર સાથે, અમે દેશના દરેક ઘરને સમાન ગુણવતાની સેવા સાથે ઝડપથી આવરી લેવા માટે અમારા એડ્રેસેબલ માર્કેટને વિસ્તારી રહ્યા છીએ.
- Advertisement -
જીઓ એર ફાઈબર શિક્ષણ, આરોગ્ય, સર્વેલન્સ અને સ્માર્ટ હોમમાં તેના પ્રદાન દ્વારા વિશ્વ કક્ષાના ડિજીટલ મનોરંજન, સ્માર્ટ હોમ સેવાઓ અને બ્રોડબેન્ડથી લાખો ઘરોને સક્ષમ કરશે. વધારાના ખર્ચ વગર હોમ ડીવાઈસીસ કાર્યરત રહેશે જે તમારા ઘર અથવા વ્યવસાય પરિસરમાં સર્વવ્યાપક કવરેજ માટે વાઈફાઈ રાઉટર, 4કે સ્માર્ટ સેટ ટોપ બોકસ અને વોઈસ એકટીવ રિમોટને આવરી લેશે.