મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના જીમ્મીભાઈ અડવાણીની તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા તેમની કામગીરીને બિરદાવતા વિશેષ જવાબદારીરૂપે તેઓને સમગ્ર ગુજરાત રાજ્ય શિવસેના પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્તિ પત્ર આપી સન્માનિત કર્યા હતા.
- Advertisement -
એક બિનરાજકીય પરિવારમાંથી આવતા જીમ્મીભાઈ સંઘર્ષમય જીવન અને પારિવારીક જવાબદારી સાથોસાથ સમાજ માટે કંઈક કરી છૂટવાની ઈચ્છાશક્તિના ફળ સ્વરૂપે સારા એન્કર, સમાજ સેવકથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. શિવભક્ત અને ગણેશજીના ઉપાસક એવા જીમ્મીભાઈ અડવાણી સર્વધર્મ સમભાવ સાથે રાજકોટ શહેરમાં દરેક ધર્મની શોભાયાત્રા, ઉત્સવોના સ્વાગત તેમજ આવા ધાર્મિક આયોજનોમાં પોતાના તન-મન અને જરૂરિયાત મુજબ ધન સાથે હંમેશા સહયોગી રહી ધર્મપ્રેમી પ્રજાના દિલમાં સ્થાન ઉભું કરેલ છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના આમંત્રણને સ્વીકારી મહારાષ્ટ્ર શિવસેનાના પ્રમુખના હાથે સન્માનિત થયેલ અને એક મોટી જાહેરાત સ્વરૂપે તેઓની ગુજરાત રાજ્ય શિવસેના પ્રદેશના પ્રભારી તરીકે નિયુક્તિ પત્ર આપી આવનાર સમયમાં ગુજરાતમાં શિવસેના સભ્યની નોંધણી તેમજ શિવસેનાની ઓળખ અને લોકઉપયોગી કાર્ય દ્વારા પ્રજાના મનમાં એક સ્થાન ઉભું કરવાની જવાબદારી સોંપેલ, સાથોસાથ ગુજરાત રાજ્યના શિવસેનાના પ્રમુખ તરીકે એસ. આર. પાટીલ તેમજ સુરેશભાઈ રાવલની નિયુક્તિ કરવામાં આવી છે.
જીમ્મીભાઈ અડવાણીએ જણાવેલ કે એક સામાન્ય સૈનિક તરીકેની મારી શિવસેના પાર્ટીમાં નિયુક્તિ અને આજે મને આટલી મોટી પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી તે બદલ હું શિવસેના પ્રમુખ તેમજ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી એકનાથ શિંદેનો આભારી અને ઋણી છું. સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસ કરી મીટીંગો કરી સંગઠન સ્વરૂપે સભ્ય નોંધણી કરી શિવસેનાનું સંગઠન મજબૂત કરીશ અને એકનાથ શિંદેજી અને મંત્રીમંડળ સાથે કેપ્ટન અભિજીત અડસુલએ મૂકેલા વિશ્ર્વાસ અને જવાબદારીને પૂરી કરીશ. આ સાથોસાથ આમજનતાને મળેલા મૂળભૂત અધિકારો બાબતે જાગૃત કરી લોકશાહીને મજબૂત રાખવાના ભાગરૂપે યુવાનોને માર્ગદર્શન આપતાં કાર્યક્રમો તેમજ આરોગ્ય અને શિક્ષણ બાબતે જાગૃત કરતાં સેમિનારો અને રોજગારી આપતાં કાર્યક્રમો કરવાનું આયોજન કરેલ છે. જીમ્મીભાઈ અડવાણીને તેમના વિશાળ મિત્ર વર્તુળ અને અનેક લોકો દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે.