ગેરકાયદેસર ખનન અને મની લોન્ડરિંગનાં કેસમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનનાં નજીકનાં ગણાતા વ્યક્તિ પ્રેમ પ્રકાશની ધરપકડ કરવામાં આવી છે.
ગેરકાયદેસર ખનન અને મની લોન્ડરિંગનાં કેસમાં ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડનાં મુખ્યમંત્રી હેમંત સોરેનનાં નજીકનાં ગણાતા વ્યક્તિ પ્રેમ પ્રકાશને ત્યાં ગઈકાલે ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
- Advertisement -
પ્રેમ પ્રકાશનાં ઘરેથી કબાટમાંથી બે AK 47 રાઇફલ મળી આવી હતી અને ત્યાર બાદ આજે તેઓની ધરપકડ ED દ્વારા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બુધવારે પ્રેમ પ્રકાશનાં 17 ઠેકાણે ED એ રેડ પાડી હતી. અને દરોડામાં તેમના ઘરે એક કબાટમાંથી બે AK 47 રાઇફલ મળી આવતા ED ના અધિકારીઓ ચોંકી ગયા હતા. આટલું જ નહીં રાઈફલો સાથે 60 ગોળીઓ પણ જપ્ત કરવામાં આવી હતી. બાદમાં તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
#UPDATE | Enforcement Directorate (ED) has arrested Prem Prakash, the middle man whose premises were searched yesterday in Ranchi, Jharkhand. https://t.co/f3YpLX9iDu
- Advertisement -
— ANI (@ANI) August 25, 2022
બંને જવાનોને સસ્પેન્ડ કરાયા
મળેલી માહિતી અનુસાર આ બંને રાઇફલ બે પોલીસ કોન્સ્ટેબલની છે. આ બંને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બંને પોલીસ કોન્સ્ટેબલ રાંચી જિલ્લા દળ માટે કામ કરતાં હતા. 23 ઓગસ્ટે તેઓ પોતાની ડ્યૂટી પૂરી કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. ભારે વરસાદનાં કારણે થોડા સમય માટે તેઓ પ્રેમ પ્રકાશને ત્યાં રોકાયા હતા. જ્યાં તેમણે સ્ટાફ મેમ્બરની ઓળખાણથી પોતાની રાઈફલ્સ કબાટમાં રાખી દીધી હતી અને બંને ચાવી લઈને ચાલ્યા ગયા હતા. ત્યાર બાદ સવારે તેઓ બંને કોન્સ્ટેબલ્સ પોતપોતાની રાઈફલ્સ લેવા પરત આવ્યા હતા પરંતુ ત્યારે તેઓને જાણવા મળ્યું હતું કે ED નાં દરોડા ચાલી રહ્યા છે. તેમણે ભયનાં કારણે એ સમયે રાઈફલ્સ પરત લીધી નહોતી. જો કે ત્યાર બાદ તપાસમાં એજન્સીને તમામ વિગત જાણવા મળી હતી અને ફરજમાં બેદરકારી બદલ બંનેને તરત સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.