તમામ હૉસ્પિટલના તબીબોએ હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર,
કલકત્તા ખાતે મેડિકલ કોલેજમાં મહિલા ડોકટર સાથે અમાનવીય વર્તન કરતા તત્વો દ્વારા દુષ્કર્મ અને બાદમાં હત્યા કરવાના લીધે ઠેર ઠેર વિરોધ ફાટી નીકળ્યો છે તેવામાં કલકત્તા ખાતે બનેલી આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા હતા આ સાથે સુરેન્દ્રનગર ખાતે પણ હોસ્પિટલના તબીબો દ્વારા એક દિવસીય હડતાળ પાડી વિરોધ નોંધાવ્યો હતો. ગઈ કાલે શુક્રવારે સાંજે 6:00 વાગ્યાથી શનિવારે સાંજે 6:00 વાગ્યા સુધી એક દુવસિય હડતાળ પાડી તબીબો દ્વારા ઇમરજન્સી સેવા સિવાય અન્ય તબીબી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. એક તરફ જ્યારે ચોમાસાની સીઝનમાં બીમારીએ માથું ઉચક્યું છે
- Advertisement -
ત્યારે બીજી તરફ દેશ વ્યાપી હડતાળને લઇ સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક દર્દીઓ સારવાર માટે રઝડ્યા હતા. કલકત્તા ખાતેના બનાવને લઈને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળને સુરેન્દ્રનગરના તબીબો દ્વારા આવકારી તમામ હોસ્પિટલમાં ઓપીડી અને ઓપરેશન સહિતના કમો બંધ રાખ્યા છે સાથે ડોકટર સ્ટાફ દ્વારા આ ઘટનાનો વિરૂદ્ધ કરી બળતકરી અને હત્યારાને કડક સજા થાય તેવી માંગ પણ કરી છે.