રાજકોટ આજ રોજ સવારે 10 વાગ્યાં થી 12 વાગ્યાં સુધી નેશનલ હાઇવે રાજકોટ થી જેતપુર ની વચ્ચે આવેલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઇ ગોમટા સર્કલ સુધી વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટોલ પ્લાઝા સ્ટાફ સાથે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ પી એસ આઈ ખાચર ગોંડલ તાલુકા પોલીસ મથકના પી એસ આઈ એમ જે પરમાર ઉપસ્થિત રહ્યા હતા ટ્રાફિક અવરનેશ માં રોડ પર ચાલતા વાહન ચાલકોને શીટ બેલ્ટનો ઉપયોગ કરવો તેમજ ટૂ વ્હીલ ચાલકોને હેલ્મેટ પહેરવું અને અન્ય નિયમોનું પાલન કરવા જાણકારી આપી સુરક્ષા અંગે જાણકારી આપી હતી અને વાહન ચાલકો ને પેમ્પલેટ આપી ને ટ્રાફિક ના નિયમો સમજાવવામાં આવ્યા હતા આ તકે ટોલ પ્લાઝાના મેનેજર હસમુખભાઈ ગઢવી, ગોંડલ તાલુકા PSI એમ.જે.પરમાર, રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ સહિત ના અધિકારીઓ હાજર રહ્યા હતા.