વાહન હડફેટે લેનાર સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
- Advertisement -
સિંહને હડફેટે લેનાર ફોરેસ્ટર સસ્પેન્ડ થાય છે તો ગાયોને હડફેટે લઇને મોતને ઘાટ ઉતારનારા વાહનચાલકો સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી ? આવા સવાલ સાથે વાહન હડફેટે ગાયોનેમોતને ઘાટ ઉતારનાર સામે પણ પગલા લેવા જીવદયા પ્રેમીઓએ માંગ કરી છે.
આ અંગે જીવદયા ચેરીટેકલ ટ્રસ્ટના પ્રમુખ કેતન દોશી અને સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હિતેષ સંઘવીએ જણાવ્યુ છે કે, થોડા દિવસ પહેલા જ ચોબારી રેલવે ફાટક નજીકના રેલવે ટ્રેક પર ટ્રેન હડડેટે ચડી જતા પાં થી 6 ગાયોના મોત થયા હતા. જયારે વંથલીથી જૂનાગઢ શહેરના નવા બાયપાસ ઉપર 3 ગાયોને કોઇ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લઇ ઉડાડી દેતા 3 ગાયોના કરૂણ મોત થયા છે આ સમાચાર સાંભળીને જૂનાગઢ શહેરના જિવદયાપ્રેમીઓમાં અરેરાટી બોલી ગઇ છે. જીવદયાપ્રેમીઓએ માંગ કરી છે કે હડફેટે લેનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.