ગુજરાતમાં 10,000 ઉમેદવારની કસોટી, 17,000 સીટ સામે ક્વોલિફાય અઢી લાખ વિદ્યાર્થી વચ્ચે સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.15
- Advertisement -
નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા 18 મે, 2025ના રવિવારે દેશની 23 ઈંઈંઝમાં પ્રવેશ માટેની ઉંઊઊ (જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ) એડવાન્સની પરીક્ષા યોજવામાં આવશે. જેમાં JEE મેઈન્સમાં પાસ થયેલા 14.85 લાખમાંથી ક્વોલિફાય થયેલાં અઢી લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકેશે. જોકે, ગત વર્ષે 1.45 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી હોવાથી આ વર્ષે પણ અંદાજે દોઢ લાખ વિદ્યાર્થી JEE એડવાન્સની અઘરી પરીક્ષા આપે તેવી શક્યતા છે.
રાજકોટમાં આત્મીય યુનિવર્સિટી અને મેટોડામાં ખાનગી લેબ ખાતે કોમ્પ્યુટર આધારિત આ પરીક્ષા લેવામાં આવશે. રાજકોટના બન્ને સેન્ટર પર અંદાજે 400 સહિત ગુજરાતમાં 10,000 જેટલા વિદ્યાર્થીઓ JEE એડવાન્સની પરીક્ષા આપવાના છે. સવારે 9થી 12ના પ્રથમ પેપર માટે સવારે 7 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઇમ છે. બાદમાં બપોરે 2.30થી 5.30 વાગ્યા દરમિયાન બીજું પેપર હશે. 360 માર્કના 108 માર્કના 2 પેપર હશે. જેમાંથી 140 માર્ક મેળવનારા વિદ્યાર્થીઓને દેશની સારી આઇઆઇટીમાં એડમિશન મળશે તેવું એક્સપર્ટનુ કહેવું છે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડની સાથે આધાર કાર્ડ, સ્કૂલ ID ડ્રાઇવિંગ લાઇસન્સ, ચૂંટણી કાર્ડ, પાસપોર્ટ અથવા પાનકાર્ડની ઓરીજનલ કોપી સાથે રાખવાની રહેશે. વિદ્યાર્થીઓ પારદર્શક પાણીની બોટલ લઈ જઈ શકશે. જ્યારે હાથ-પગમાં એક પણ ઘરેણાં પહેરવાના નહીં રહે.
રાજકોટની મોદી ગ્રુપ ઓફ સ્કુલના એકેડેમિક ડિરેક્ટર અને એક્સપર્ટ અલ્પેશ શાહે જણાવ્યું હતું કે, JEE મેઈન્સની પરીક્ષા 14.85 લાખ વિદ્યાર્થીએ આપેલી હતી, જેમાં ક્યારેક વિદ્યાર્થીઓની સંખ્યામાં વધઘટ થઈ શકે છે.



