કાગદડીનાં ખોડિયારધામનાં મહંતનું મૃત્યુ કુદરતી નથી…
હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાં
હની ટ્રેપમાં ફસાવીને બાપુને બ્લેકમેઈલ કરવામાં આવતા હતાં, 25 લાખ તો પડાવી પણ લીધા હતાં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસ (ઉં.વ.65)નું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું. હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી.પરંતુ આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા. આ બનાવમાં મહંતની સુસાઇડ નોટ મળી આવી છે, આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસમાં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઇએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.
રામજીભાઇએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઇ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઇ જાદવ અને રાજકોટના વિક્રમભાઇ દેવજીભાઇ સોહલાનાં નામ આપ્યાં છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઇ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો ક્લિપનો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઇડ નોટ લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ 306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દેવ હોસ્પિટલનાં ડૉ. નિલેશ નિમાવતનાં કહેવાથી ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’નું ડેથ સર્ટિફિકેટ આપ્યું!
જયરામદાસ બાપુનું મૃત્યુ ઝેરને કારણે થયું હતું. યા તો એમને પીવડાવવામાં આવ્યું હતું, અથવા એમણે જાતે પી લીધું હતું. તેમ છતાં ડૉ. કમલેશ કારેલિયાએ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી ડેથ સર્ટિફિકેટ આપી દીધું હતું! એમની આ હરકત અનેક ભેદભરમ સર્જે છે. ‘ખાસ-ખબર’એ બેઉ ડૉકટરો સાથે વાતચિત કરી હતી અને બંનેએ આ વાતમાં ભારે ગલ્લાંતલ્લાં કર્યા હતાં. ડૉ. નિમાવત સ્વયં બાપુનાં અનુયાયી હતાં, અવારનવાર આશ્રમે જતાં હતાં. કહેવાય છે કે, બાપુનું અવસાન થયું એ સવારે પણ તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને તેમણે ત્યાં જ કહી દીધું હતું કે, બાપુનું અવસાન થઈ ગયું છે. સવાલ એ છે કે, ઝેરથી મૃત્યુ થયું હોય ત્યારે ડૉકટરને જોતાવેંત જ થોડાં-ઘણાં અંશે ખ્યાલ આવી જતો હોય છે. ડૉ. નિમાવતને કેમ ન આવ્યો? કે તેઓ જાણી-જોઈને કશુંક છૂપાવવા માંગતા હતા?
ડૉ. નિલેશ નિમાવતે તેમનાં જ પાર્ટનર એવા ડૉ. કમલેશ કારેલિયા પાસે બાપુનો પાર્થિવ દેહ મોકલ્યો અને ફોનમાં કશીક વાત કરી. એ પછી ડૉ. કારેલિયાએ માત્ર ફોર્માલિટી ખાતર ચેક કરીને આવું બોગસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરી દીધું. ઉલ્લેખનીય છે કે, બાપુને ડાયાબિટિસ અને બી.પી.ની સમસ્યા હતી- તેઓ ડૉ. કારેલિયાની દવા જ લેતા હતા અને ડૉ. કારેલિયાએ આ કો-મોબિંડિટીને બહાને જ ‘કાર્ડિયાક એરેસ્ટ’ને મોતનું કારણ દર્શાવી દીધું હતું. આ બેઉ ડૉકટરની થર્ડ ડિગ્રી ઉલટતપાસ થાય તો ઘણાં ભેદ ખૂલે તેમ છે.
- Advertisement -
દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા: DCP
રાજકોટ ઝોન 1ના ડીસીપી પ્રવીણકુમાર મીણાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુએ 31 મેના રોજ ગૌશાળામાં દવા પી લીધી હતી. 30 મેએ આરોપીઓ સાથે માથાકૂટ થઇ હતી. મહિલા સાથેનો વીડિયો બતાવીને આરોપીઓ બ્લેક મેઇલિંગ કરતા હતા. આથી દવા પી લેતા ઉલ્ટી થતા દેવ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગેની જાણ કરી હતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો બાપુનો આપત્તિજનક વીડિયો હોવાથી બ્લેકમેઇલિંગ કરતા હતા. સીસીટીવી કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે. ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, જયરામદાસ બાપુને 31 મેના રાત્રિના સમયે ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ ટ્રસ્ટી સહિતનાને જાણ કરવામાં આવી હતી. ટ્રસ્ટીઓ, સેવકો અને ભાવિકો દર્શન માટે આવ્યા હતા. મહંતના અંતિમસંસ્કાર બાદ 2 દિવસ પછી સ્યુસાઇડ નોટ મળી આવી છે. ખરેખર આ સ્યુસાઇડ નોટ બાપુના હાથે લખેલી છે કે કેમ તે અંગે તપાસ થશે. મહિલા સાથે અપત્તિજનક વીડિયો મળી આવ્યો છે તે પોલીસને મળ્યો છે. સ્યુસાઈડ નોટની હેન્ડ રાઇટિંગની તપાસ કરવામાં આવશે. આરોપી હિતેશ અને અલ્પેશ મહંત જયરામદાસના સંબંધીઓ છે. 6 તારીખથી આરોપીઓ ફરાર થઈ ગયા છે. મિલકતનો મુદ્દો કારણભૂત નથી. 20 પેઇજની સ્યુસાઈડ નોટ મળી છે જેને આધારે તપાસ થશે. 6 વીડિયો છે જેમાંથી 1 વીડિયો મોબાઇલમાંથી મળ્યો છે. સ્યુસાઈડ નોટમાં 30 તારીખે જયરામદાસ બાપુને માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે.
વિક્રમ ભરવાડે બાપુને શા માટે માર માર્યો હતો?
30 મેનાં રોજ એક એડવોકેટ અને વિક્રમ ભરવાડ બાપુ પાસે ક્યા કારણસર ગયા હતા?
કહેવાય છે કે, તારીખ 30નાં રોજ આરોપી વિક્રમ ભરવાડ અને એક એડવોકેટ બાપુનાં આશ્રમે ગયા હતાં અને તેમને એક તરફ લઈ ગયા હતાં. વાતવાતમાં અચાનક વિક્રમ ભરવાડે લાકડી ઉઠાવીને બાપુને ફટકારી દીધી હતી. ત્યારબાદ તેઓ બાપુને એક રૂમમાં લઈ ગયા હતાં અને અર્ધો કલાક સુધી કશીક વાતચિત કરી હતી. એ પછી આ બેય શખ્સ બાપુને કારમાં બેસાડીને ક્યાંક લઈ ગયા હતા અને અર્ધોક કલાક પછી પાછા મૂકી ગયા હતાં. આશ્રમનાં સૂત્રો કહે છે કે, ત્યારથી જ બાપુએ ખાવા-પીવાનું છોડી દીધુ હતું. આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈને આ વાતની જાણ થતાં તેઓ આશ્રમ આવ્યા હતા અને બાપુને સમજાવ્યા હતા. જો કે એ પછી પણ બાપુએ માત્ર ચા પીધી હતી.