ચૂંટાયેલા હોદેદારોને વકીલોએ શુભેચ્છા પાઠવી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ બાર એસોસીએશનની ચૂંટણી યોજાય હતી રસાકસી ભરી ચૂંટણીમાં પ્રમુખ પદે જયદેવ જોશી 135 મતથી વિજેતા બન્યા હતા અને ફટાકડા ફોડી સૌવ કોઈએ અભિનંદન પાઠવી શુભેચ્છા આપી હતી. બાર એસો.ની ચૂંટણી શુક્રવારે યોજાય હતી જેમાં 14 હોદેદારો માટે 53 ઉમેદવાર ઉભા હતા જેમાં 88 ટકા મતદાન થયું હતું અને શનિવારે સવારથી ચૂંટણી અધિકારી રાજેશ ઠાકર અને પી.એ.કરંજિયાના માર્ગદર્શન હેઠળ મત ગણતરી શરુ કરવામાં આવી હતી જેમાં રાત્રી સુધી ગણતરી ચાલી હતી જેમાં ઉપ પ્રમુખ પદે ધીરુભાઈ કુંભાણી, યોગેન્દ્રસિંહ ઠાકોર તથા સેક્રેટરી તરીકે પૂર્વ પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડિયા વિજેતા થયા હતા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હીરાણી અને જનીભાઈ, ટ્રેઝરમાં મરુભાઈ ચૂંટાઈ આવ્યા હતા આ બાર એસો.ની ચૂંટણીમાં વિજેતા થનારને વકીલ મંડળ દ્વારા વધાવી લીધા હતા ત્યારે પ્રમુખ તરીકે ચૂંટાયેલ જયદેવ જોશીએ જણાવ્યું હતું કે, નવા કોર્ટ બિલ્ડીંગની કામગીરીને વેગ આપવામાં આવશે તેની સાથે વકીલોના વિકાસ અંગે કામગીરી કરીને તમામ સાથે સંકલન કરીને કામગીરી કરશે તેવો કોલ આપ્યો હતો