સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા તથા શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકારના શુસાસનના પાંચ વર્ષ “સૌના સાથ, સૌના વિકાસ” અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૧/૦૮/૨૦૨૧ના રોજ મતી જયાલક્ષ્મી પાઠક પ્રા. શાળા નં.૧૯નું નિર્માણ પામેલ તથા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હોસ્ટેલનું ઈ-લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ કાર્યક્રમમાં જોડાશે.
આ અવસરે, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને અરવિંદભાઈ રૈયાણી વિશેષ ઉપસ્થિત રહેશે.
- Advertisement -
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડૉ.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, પ્રદેશ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.
જયાલક્ષ્મી જટાશંકર પાઠક પ્રા. શાળા નં.૧૯ના બિલ્ડીંગમાં શાળાના જરૂરી ૬(છ) રૂમના બાંધકામ માટે રૂ.૩૪.૦૧ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં ગ્રીન બોર્ડ, સોફ્ટ બોર્ડ, ઈલેક્ટ્રીક કનેક્શન, પાથ વે અને પાણીની સુવિધા કરવામાં આવેલ છે. સદર શાળામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબએ પ્રાથમિક શિક્ષણ મેળવેલ છે.
- Advertisement -
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના બિલ્ડીંગ ગ્રાઉન્ડ + ૨ માળામાં ૧૦૦ દીકરીઓનો સમાવેશ કરી શકાય તેવા બિલ્ડીંગના બાંધકામ મારે રૂ.૧૩૮.૫૩ લાખનો ખર્ચ કરવામાં આવેલ છે. જેમાં, દીકરીઓને રહેવા માટે ડોરમેટ્રી નં.૦૪, રસોડું અને સ્ટોરરૂમ નં.૦૧, ડાઈનીંગ રૂમ નં.૦૧, ક્લાસરૂમ નં.૦૧, એક્ટીવીટી રૂમ નં. ૦૨, વોર્ડન રૂમ નં.૦૧, એમ ૧૦ રૂમ તેમજ ઓફીસ, નાહવાના બાથરૂમ, ટોયલેટ બ્લોક અને પાણીની સુવિધા, પાથ-વે સાથે બિલ્ડીંગમાં સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત રાજ્ય કચેરી દ્વારા દીકરીઓ માટે બેડિંગ, કબાટની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.