માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિતે જસદણ શહેર ભાજપ દ્વારા જસદણ સ્વામિનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
માન.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ૭ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની સુચના અનુસાર તથા રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી મહેન્દ્રસિંહ સરવૈયા તથા મતી રક્ષાબેન બોળીયા, જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાના માર્ગદર્શન હેઠળ જસદણ શહેરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર કૈલાશ નગર જસદણમાં આરોગ્ય વિભાગ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આ વેક્સિનના કેમ્પનું આયોજન કરવામાં આવેલ રાજ્ય સરકાર દ્વારા કોરોનાની રસી ૧૮ થી ૪૪ વર્ષ વ્યક્તિને આપવામાં આવેલ જેના ભાગરૂપે જેમાં ભારતીય જનતા પાર્ટીના પીઢ આગેવાન અશોકભાઇ મહેતા, શહેર ભાજપના પ્રમુખ અનિલભાઈ મકાણી, મહામંત્રી ભરતભાઇ છાયાણી તેમજ મુકેશભાઈ જાદવ, જસદણ કોવીડ રસીકરણ અભિયાનના ઇન્ચાર્જ પંકજભાઈ ચાંવ, સહ-ઈન્ચાર્જ ડોક્ટર કેતનભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપરેલીયા, પૂર્વ પ્રમુખ જીગ્નેશ ભાઈ હિરપરા, ચંદુભાઈ સંઘાણી કચ્છી, નીતિનભાઈ સોહલીયા, યુવા ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, યુવા મહામંત્રી સુરેશભાઈ છાયાણી, વિજયભાઈ ચાંવ, સ્વામિનારાયણ મંદિર પરીવારના સેવા ભાવિ સભ્યો, ડો.અફઝલ સાહેબ, જીતુભાઇ ભરતભાઇ તેમજ આરોગ્યની ટીમ દ્વારા યુવાનોને વેક્સીન આપવા માટે દીપપ્રાગટ્ય કરી કેમ્પ ખુલો મુકેલ અને યુવાનોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને સ્વેચ્છાએ ખૂબ જ ઉત્સાહથી વેક્સિન લીધેલી.