મહાનાટ્યના 250 કલાકારો પૈકી 125 કલાકારો રાજકોટના અને 125 મહારાષ્ટ્રના કલાકારો
તા. 29 મેના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે રાજકોટ પોલીસની સાઈબર ક્રાઈમની કચેરીનું લોકાર્પણ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રેસકોર્સ મેદાન રાજકોટ ખાતે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર, રાજકોટ જિલ્લા વહિવિટી તંત્ર રાજકોટ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત ‘જાણતા રાજા’ મહાનાટ્યનો શુભારંભ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્તે દિપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.
આ તકે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે રાજકોટની પ્રજાએ હરહંમેશ અમારો વિશ્ર્વાસ અડીખમ રાખ્યો છે. ગુજરાત અને રાજકોટના યુવાનો શિવાજી મહારાજની જીવનશૈલીમાંથી વર્તમાન સમયમાં ઉપયોગી એવી બાબતો શીખે અને રાજ્ય અને દેશને ઉન્નતિની રાહ પર આગળ વધારે. શિવાજી મહારાજ એક કુશળ, ન્યાયપ્રિય અને પ્રજાપ્રિય રાજા હતા તેમજ ભારતવર્ષના વીર સપૂતોમાં મોખરે હતાં. શિવાજી મહારાજની ગણના સાંપ્રત સમયના પ્રસ્થાપિત ગણરાજ્યોમાં એક હિંદુસમ્રાટ તરીકે થતી હતી. શૌર્ય, સાહસ અને સમર્પણનું જીવંત પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજે 16 વર્ષની ઉંમરે જીતેલા તોરણા કિલ્લો એ તેમની સાહસિકતા, બુદ્ધિચાર્તુય અને નેતૃત્વના ગુણનું પ્રતીક છે.
- Advertisement -
આગામી તા. 29 મેના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વડપણ હેઠળ રાજકોટ પોલીસની અદ્યતન ક્રાઈમ બ્રાન્ચની કચેરી તથા અત્યાધુનિક ટેકનોલોજીથી સુસજ્જ સાઈબર ક્રાઈમની કચેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચની કચેરીમાં ઈન્ટ્રોગેશન રૂમ તમામ પ્રકારના સાયન્ટિફીક પુરાવા એકત્રિત કરી શકે તેવો હશે અને સાઈબર ક્રાઈમની કચેરીમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રાજકોટની જનતાને સાઈબર ક્રાઈમથી બચાવવામાં આવશે.