વિશ્ર્વ હિન્દુ પરિષદના જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા આયોજન
થીમનું સૂત્ર : ‘બંસીના વહેતા સ્વરોનો નાદ વંદે માતરમ, સિંદૂરના બલિદાનનો પ્રતિસાદ વંદે માતરમ’
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શન મંડળ, અધ્યક્ષ, અપૂર્વમુની સ્વામીના હસ્તે ચાલુ વર્ષ 2025ના જન્માષ્ટમી મહોત્સવની થીમનું અનાવરણ કરવામાં આવ્યુ હતું. થીમ અને તેના સૂત્રની જાહેરાત પછી જાહેર જનતાએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય ના નારા સાથે આખો હોલ ગુંજી ઉઠ્યો હતો. આ વર્ષની થીમનું સૂત્ર કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકવાદી ઘટના અને ત્યારબાદ ભારતીય ફોજ દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર પર બનાવવામાં આવ્યું હતું. જેમા ભગવાન શ્રીકૃષ્ણએ શાંતિના તમામ પ્રયાસોમાં નિષ્ફળ થયા બાદ અંતે અર્જુનને ધર્મયુદ્ધ કરવા માટે શસ્ત્ર ઉઠાવવા કહ્યું હતું એવી રીતે ભારતે પણ શાંતિના અનેક પ્રયાસો પછી અંતે દુશ્મનની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સિંદુર ચલાવવું પડ્યું હતું. આ તકે સૂત્ર સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી.
સૂત્ર સ્પર્ધાના વિજેતા
1. જયશ્રીબા પી. ગોહેલ
2. ભાવનાબેન રાવલ
3. મહેન્દ્રસિંહ પી ગોહેલ
4. પ્રવીણભાઈ શિંગાળા
5. પંકજભાઈ ભંડેરી
6. ભરતભાઈ અંજારિયા