જૂનાગઢમાં ભગવાન મહાવીર સ્વામીનાં 2622માં જન્મોત્સવની તપ-ત્યાગ સાથે ઉજવણી કરાશે
21 એપ્રિલે પ્રભાતફેરી, નાટિકા ગીત, 300 આયંબિલ સાથે વરઘોડો નીકળશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.18
જુનાગઢ સ્થાનકવાસી જૈન અને મુતિઁપુજક સમુદાય દ્વારા તપ ત્યાગ સાથે આગામી તા.21 એપ્રીલ રવીવાર ચૈત્ર સુદ તેરસના દિવસે ભગવાન મહાવીર સ્વામીના 2622મો જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે તેમ હિતેષભાઈ સંઘવી અને દિનેશભાઈ શેઠની એક યાદીમાં જણાવ્યું છે.
જુનાગઢ સ્થા જૈન સંઘમાં લિમડિ અજરામર સંપ્રદાયના સમાધિ કુમારી મહાસતીજી આદિ ઠાણા -4 ના સાનિધ્ય માં જગમાલ ચોક ટુવાવાલા ઉપાશ્રયથી સવારે 8 થી 9 બાળકો તથા વડિલોની સફેદ ડ્રેસમા સજ્જ ઍક પ્રભાતફેરી નીકળશે સવારે જગમાલ ચોક થી શરૂ કરી જનતા ચોક, ચોકસી બજાર , શાકમાકેઁટ થય જગમાલ ચોક આવશે ગરમી પ્રચંડ હોય રૂટ નાનો રાખેલ છે અને આ પ્રભાતફેરીમા ભગવાન મહાવીર સ્વામી નો જયનાદ કરશે અને જુદા જુદા પ્લેકાર્ડથી સુશોભિત હશે ત્યારબાદ જગમાલ ચોક ટુવાવાલા ઉપાશ્રયમાં 9 થી 9.45 ભગવાન મહાવીર સ્વામીના જન્મનું વાંચન અને જયનાદ દ્રારા ભગવાનનો જન્મ મહોત્સવ કરશે અને 9.45થી 10.45 મહિલા મંડળ ના બહેનો દ્રારા ભગવાન મહાવીર સ્વામીની માતાને આવેલા અદભુત 14 સ્વપ્નને નાટિકા અને ગીત દ્રારા રજુ કરવામાં આવશે અને આ દિવસે લગભગ 300 ઉપર આયંબિલ કરવામાં આવશે.
- Advertisement -
મુતિઁપુજક સમુદાયમાં પ.પુ.પ્રિયદર્શિન મ.સ .આદિ ઠાણા તથા પ.પુ. પુનિત યશ વિજયજી મ.સ.આદિ ઠાણા તથા પ.પુ.જયમંગલાજી મ.સ.આદિ ઠાણા -4 ઍમ ચર્તુવિધ સંઘની નિશ્રામાં જગમાલ ચોક જૈન દેરાસર થી 9.30 વાગ્યે વરઘોડો નીકળશે ચાંદિના રથમાં બેસી ભગવાન નગરયાત્રા કરશે આ વરઘોડો જગમાલ ચોક થી શરૂ કરી ને જનતા ચોક, પંચહાટડી ચોક, ચોકસી બજાર થય પાછો જગમાલ ચોક પહોચશે ત્યારબાદ 10.30 થી 11.30 હેમાભાઇના વંડામાં ભગવાન મહાવીર સ્વામીના જન્મનુ વાંચન થાશે ત્યારબાદ મોટી સંખ્યામાં સાધકો આયંબિલ તપ કરશે અને જે તપ નથી કરી શકે તેના માટે મુતિંપુજક સમુદાયનું સંઘજમણ અમુતવાડી માં કરવામાં આવશે.