ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
રાજ્યના મોટાભાગના આઇ.પી.એસ અધિકારીઓની બદલીની રાહ જીવતી હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા બદલી અંગે છેલ્લા પાંચેક મહિનાઓથી અટકળો તેજ બની હતી જે અટકળોનો અંત આવતા સુરેન્દ્રનગર જિલ્લાની સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં આઇ.પી.એસની બદલી કરવામાં આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા એસ.પી તરીકે જામનગરના કડક અધિકારી પ્રેમસુખ ડેલૂની બદલી કરાઈ છે.
સુરેન્દ્રનગર જિલ્લા SP તરીકે જામનગરના પ્રેમસુખ ડેલુ મૂકાયા
