વિકાસ ના પર્યાય સમાન ભાજપ પક્ષ ના ચારેય ઉમેદવારોને જંગી બહુમતી અપાવવા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની નમ્ર અપીલ
જામનગર મહાપાલીકાની સામાન્ય ચુંટણી ૨૦૨૧ મા ભાજપને પ્રચંડ બહુમતી મળે તે માટે ૧૨-જામનગર લોકસભાના સંસદસભ્ય પૂનમબેન માડમ તેમના ચુંટણી પ્રચારના મહત્વપુર્ણ અનુભવથી શહેરમા ભાજપના પ્રચાર માટે અવિરત જહેમત ઉઠાવી રહ્યા છે તેવી પ્રતિતિ જામનગરના નાગરિકો કરી રહ્યા છે અને આ ચુંટણી જાહેર થઇ ત્યારથી જ સંસદસભ્ય શ્રી પૂનમબેન અવિરત મીટીંગો- કાર્યાલય ઉદઘાટનો- પગપાળા લોકસંપર્ક-જુદા જુદા ગૃપ- સંસ્થાઓ-મંડળો- વિસ્તારોના એમ દરેક મતદારો સાથે સતત મીટીંગો યોજી રહ્યા છે તેમજ પાર્ટીની ચુંટણી લગત મીટીંગો તેમજ મહત્વના કાર્યક્રમો અને આયોજનો મા ભાગ લઇ રહ્યા છે અને એકંદર ચુંટણીપ્રચાર માટે સઘન રીતે કાર્યરત રહેલા છે તેવો લોકોનો અભિપ્રાય રહ્યો છે.
- Advertisement -
ત્યારે જામનગર મહાનગરપાલિકા ની ચુંટણી ના પ્રચાર દરમ્યાન વોર્ડ નંબર ૯ ના વિસ્તારોમા સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ લોકસંપર્ક કરી, રાજ્ય સરકાર શ્રી અને કેન્દ્ર સરકારશ્રીના, પ્રજાજનો માટેના અનેક વિધ વિકાસના અને સુવિધાના કાર્યો લોકોને જણાવી તેનો પ્રચાર કરી શહેરના આ વોર્ડ નંબર ૯ ના વિસ્તારોમાં હજુય વિકાસ ને વેગ આપવા ભાજપના ઉમેદવારોને પ્રચંડ વિજય અપાવવા મતદારો ભાઇઓ-બહેનો-વડીલો ને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ નમ્ર અપીલ કરી હતી


