જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓની સતત ઘુસપેઠ ચાલુ રહે છે. સીમા સુરક્ષા દળ બીએસએફ જવાનોની સતર્કતાના કારણે દર વખતે તેમની યોજના નિષ્ફળ જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘાટીમાં છુપાયેલા આતંકવાદીઓને શોધીને તેમને મોતને ઘાટ ઉતારી રહ્યા છે. જેમાં તાજા સમાચાર રજૌરી વિસ્તારમાંથી મળ્યા છે, જેમાં મોડી રાત સુધી નૌશેરા વિસ્તારમાં એલઓસીની નજીકથી ઘુસપેઠની નાકમયાબ કોશિશ કરનાર બે આંતકીઓને મોતને ઘાટ ઉતારી દિધા છે.
ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન પોતાના નાપાક ઇરાદાઓથી બાજ આવે તેમ નથી. તેઓ સતત સીમા પારથી આતંકી ઘટનાઓને પાર પાડવાની કોશિશ કરી રહ્યા છે. જેથી ભારતીય સેનાના જવાનો આ વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
- Advertisement -
જમ્મૂના પીઆરઓ ડિફેન્સએ મંગળવારના રોજ આ ઘૂસપેઠની બાબતે નિવેદન આપ્યું કે, કાડકોપ્ટર દ્વારા ટોહીમાં ઘુસપેઠ કરી રહેલા બે આંતકીને ઠાર માર્યા પછી તેમના મૃતદેહને કબ્જે કરવામાં આવ્યા છે. ઘુસપેઠની કોશિશ કરવામાં આવેલી જગ્યાએથી સામાન્ય ક્ષેત્રની ટોહ લેવાનું કાર્ય પ્રગતિ પર છે. આ વિસ્તારને સિલ કરીને સ્કેન કરવામાં આવી રહ્યો છે.
Jammu and Kashmir | Indian Army foiled an Infiltration attempt at LoC in Naushera Sector late last night. More details awaited: PRO Defence Jammu
— ANI (@ANI) August 23, 2022
- Advertisement -
અંધારાની આડમાં ઘુસપેઠની કોશિશ
ઉલ્લેખનીય છે કે, સંદિગ્ધ આતંકવાદીઓનનો એક સમૂહ સીમાની પારથી અંધારામાં નૌશેરાના લામની પુખરની ગામમાં ઘુસવાની કોશિશ કરી હતી. એક આતંકવાદીએ બારૂદી સુરંગ પર પગ રાખતા વિસ્ફોટ થયો હતો. ત્યાર પછી તેમને ઘેરીને તેમની તપાસનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.