જમ્મૂ-કાશ્મીર ઘાટીમાં છેલ્લા ઘણા દિવસથી આતંકી પ્રવૃત્તિઓ ચાલી રહી છે. જેમાં આ વખતે સરકારે ડોક્ટર્સ એસોસિએશન ઓફ કાશ્મીર(ડીએકે)એ અધ્યક્ષ સહિત 4 સરકારી કર્મચારીઓની હાકલપટ્ટી કરી છે. રાષ્ટ્રવિરોધી અને આતંકવાદ સંબંધિત પ્રવૃત્તિઓમાં તેની કથિત સંડોવણીના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કર્મચારીઓની હાકલપટ્ટીમે લઇને જાહેર કરેલા આદેશમાં લખ્યું છે કે, યૂટી પ્રશાસન દ્વારા ભારતની સંવિધાનની 311(2)(સી)નો ઉપયોગ કરીને કર્મચારીઓની હાકલપટ્ટી કરવામાં આવી છે.
- Advertisement -
J&K government terminates four government employees from service in terms of sub-clause (c) of the proviso to clause (2) of Article 311 of the Constitution of India. The four employees include a doctor, a police constable, a teacher, and a lab bearer in the higher education… pic.twitter.com/djbTg3hSpU
— ANI (@ANI) November 22, 2023
- Advertisement -
હાકલપટ્ટી કરવામાં આવેલા કર્મચારીઓમાં એસએમએચએસ હોસ્પિટલ શ્રીનગરમાં સહાયક પ્રોફેસરના રૂપે કાર્યરત ડો. નિસાર-અલ-હસન, ઉચ્ચ શિક્ષા વિભાગમાં પ્રયોગશાળા વાહક સલામ રાથર, જમ્મૂ-કાશ્મીર પોલીસમાં કોન્સટેબલ અબ્દુલ મજીદ ભટ અને શિક્ષક ફારૂક અહમદ મીર સામેલ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનની પાછળ ત્રણ વર્ષોમાં રાષ્ટ્ર-વિરોધી અને આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે 50થી વધારે એવા કર્મચારીઓની હાકલ પટ્ટી કરવા માટે ભારતના સંવિધાનની કલમ 311(2)(સી)નો ઉપયોગ કર્યો છે.