આતંકવાદીઓ પાસેથી 3 AK રાયફલ, 2 પિસ્તોલ, 9 મેગઝીન, 200 કારતુસ મળી આવી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના બહારના વિસ્તાર શાલતેંગમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાંથી ત્રણ ખતરનાક આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ભારતીય સેનાની રાષ્ટ્રીય રાયફલ્સ-2 અને પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી આ આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ ત્રણે આતંકવાદીઓ પાસે મોટી માત્રામાં હથિયારો હતા, તે પણ જપ્ત કરી લેવામાં આવ્યા છે.
- Advertisement -
આતંકવાદીઓ પાસેથી હથિયારોનો મોટો જથ્થો મળ્યો
કાશ્મીર ઝોનની પોલીસે તેના સત્તાવાર ટ્વિટર પર જણાવ્યું કે, ભારતીય સેના (2છછ) અને શ્રીનગર પોલીસે ત્રણ અઊં રાયફલ, બે પિસ્તોલ, નવ મેગઝીન અને 200 કારતુસનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ શ્રીનગરની બહારના વિસ્તાર શાલતેંગમાંથી ત્રણ ખતરનાક આતંકવાદીઓની ધરપકડ કરી લીધી છે. આ ત્રણેયની તપાસ અને પુછપરછ ચાલી રહી છે.