શ્રીનગરવાસીઓએ માઈનસ 2.0 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડી રાત પસાર કરી: દલ સરોવર સહિત અનેક જળસ્ત્રોત, પાણીની પાઈપલાઈનના પાણી જામી ગયા
સૂકા હવામાન વચ્ચે કાશ્મીરની ખીણમાં કડકડતી ઠંડીનો પ્રકોપ સતત ચાલુ છે અને તાપમાન માઈનસથી નીચું ગયું છે. બુધવારે પણ ખીણમાં હવામાનનો આ જ મિજાજ રહ્યો હતો. મોટા ભાગના સ્થળો પર તાપમાન માઈનસમાં રહ્યું હતું. શ્રીનગરવાસીઓએ ન્યુનતમ તાપમાન માઈનસ 2.0 ડીગ્રી સેલ્સીયસની સાથે હાલના શિયાળામાં સૌથી ઠંડી રાત પસાર કરી હતી. તાપમાન માઈનસથી નીચે રહેતા દલ સરોવર સહિત ખીણના જલસ્ત્રોત અને પાણીના નળ આંશિક રીતે જામવા લાગ્યા છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી 24 કલાક દરમિયાન ખીણમાં હવામાનનો મિજાજ સૂકો જળવાઈ રહેવાનો અને શીત લહેરનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, પર્વતીય વિસ્તારોમાં હાલમાં બરફવર્ષા બાદ ખીણમાં હવામાન શુષ્ક બન્યું છે, હાલ શ્રીનગરનું સૌથી ઓછું માઈનસ 2.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. દલ સરોવર પર બરફની હળવી પરત જામી છે. મોટાભાગના જલસ્ત્રોત આંશિક રીતે જામવા લાગ્યા છે.