PSI વી.એમ.ડોડીયાની ટીમ દ્વારા રેડ, સાત આરોપી સાથે 4.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ ગ્રામ્ય પોલીસે જુગારધામ ઝડપી પાડ્યો છે. જામકંડોરણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વી.એમ. ડોડીયાએ બાતમીના આધારે રોધેલ ગામની સીમમાંથી જુગારધામ ઝડપી પાડી આરોપીને દબોચી લીધા છે. મળતી માહિતી મુજબ ગઈકાલે કાળી ચૌદશે રોધેલ ગામની સીમમાં આવેલી વાડીમાં સિદ્ધરાજસિંહ ઉર્ફે વનરાજસિંહ જાડેજાએ બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતો હતો.
- Advertisement -
જેની બાતમી ઙજઈં વી.એમ.ડોડીયા અને તેની ટીમને મળતા તાત્કાલિક રેડ પાડી હતી. જ્યાં કુલ સાત આરોપી સહિત ગંજી પત્તા, મોબાઈલ નં-8 જેની કિં.14500, વાહન નંગ-5 જેની કિંમત 235000 અને રોકડ રૂપિયા 1.69 લાખનો મુદ્દામાલ ઝડપી લીધો છે.
રાજકોટ જિલ્લા એસ.પી.જયપાલસિંહ રાઠોડ તથા ઉુ.જઙ આર.એ.ડોડિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. જેમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનના ઙજઈં વી.એમ.ડોડીયા સહિત હેડ કોન્સ્ટેબલ રસીક મેટાળીયા, મનજીભાઈ ચૌહાણ, કોન્સ્ટેબલ મયંકગીરી ગોસ્વામી, મયુરધ્વજસિંહ રાણાની ટીમે બાતમીના આધારે આરોપીને જેલહવાલે કરી દીધા છે. આરોપીઓ અનેક વખત જુગારના કેસમાં અલગ અલગ જગ્યાએ ઝડપાઈ ચુક્યા છે.