ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગરના યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા આયોજિત નવરાત્રી રાસ-ગરબા હરીફાઈ વર્ષ 2023-24 ગત તા.28 સપ્ટેમ્બરના ધન્વંતરિ ઓડીટોરીયમ, જામનગર ખાતે યોજાઈ હતી. જેમાં પ્રાચીન ગરબાની સ્પર્ધામાં જામનગર જિલ્લાના ગ્રામ્યમાંથી જામજોધપુરની શ્રી આશાપુરા ગરબી મંડળ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને છેલ્લા 7 દાયકાથી આ ગરબીનું આયોજન થાય છે ,જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવતા ગરબીના પ્રમુખ ખુશાલભાઈ જાવીયાએ તમામ ખૈલેયાઓને શુભેચ્છાઓ પાઠવી છે અને આગામી દિવસોમાં ખૈલેયાઓ રાજ્ય કક્ષાની હરીફાઈમાં મણીયારા રાસની રમઝટ બોલાવશે.
જિલ્લા કક્ષાની રાસ-ગરબાની હરીફાઈમાં જામજોધપુરની આશાપુરા ગરબી મંડળ પ્રથમ સ્થાને
