સીરિઝની છેલ્લી મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર એન્ડરસને ઈતિહાસ રચી દીધો છે. જેમ્સ એન્ડરસન ટેસ્ટ ઈતિહાસમાં 700 વિકેટ લેનાર પ્રથમ ઝડપી બોલર બની ગયો છે.
ટેસ્ટ ઈતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી વધુ વિકેટ લેનાર ઝડપી બોલર જેમ્સ એન્ડરસને ધર્મશાલા ટેસ્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. એન્ડરસને અહીં કુલદીપ યાદવને આઉટ કરીને ટેસ્ટ કારકિર્દીની 700મી વિકેટ લીધી હતી.
- Advertisement -
આ સિદ્ધિ મેળવનાર તે વિશ્વનો પ્રથમ ઝડપી બોલર અને એકંદરે ત્રીજા બોલર છે. તેની પ્રથમ 700 વિકેટની ક્લબમાં બે સ્પિનરો મુથૈયા મુરલીધરન (800) અને શેન વોર્ન (708)ના નામ સામેલ છે. એન્ડરસનનું નિશાન હવે શેન વોર્નનો રેકોર્ડ હશે.
JAMES ANDERSON BECOMES THE FIRST FAST BOWLER TO TAKE 700 TEST WICKETS…!!! 🤯🔥 pic.twitter.com/dduEuzachX
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2024
- Advertisement -
41 વર્ષીય એન્ડરસને અહીં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ (HPCA) ખાતે ભારત સામેની 5મી અને અંતિમ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ ઈંગ્લેન્ડ ક્રિકેટ માટે યાદગાર બનાવ્યો. આ મેચ પહેલા એન્ડરસન 700 વિકેટના આંકડાથી માત્ર 2 વિકેટ દૂર હતો. તેણે પોતાની કારકિર્દીની 187મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ મેળવી હતી.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો શ્રીલંકાના મુથૈયા મુરલીધરનના નામે સૌથી વધુ 800 વિકેટ છે. તેણે 133 ટેસ્ટ મેચની 230 ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. તેના પછી દિવંગત લેગ સ્પિનર શેન વોર્નનું નામ આવે છે, જેણે 145 ટેસ્ટ મેચોની 273 ઇનિંગ્સમાં 708 વિકેટ લીધી હતી. આ મામલામાં ભારતના અનિલ કુંબલે ચોથા સ્થાન પર છે, જેણે 132 મેચની 236 ઇનિંગ્સમાં કુલ 619 વિકેટ લીધી હતી.