ગાડીઓની 25 કિમી લાંબી કતારો, દોઢ લાખથી વધુ લોકો ફસાયા હતા
ટેન્કર પલટી જવાથી રસ્તો બંધ હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લગભગ 31 કલાક બાદ ગુરુવારે સવારે ટ્રાફિક જામ ખુલી ગયો. અહીં 3 ફેબ્રુઆરીથી દોઢ લાખ વાહનોમાં લોકો ફસાયા હતા. ગાડીઓની 25 કિમી લાંબી કતારો લાગી ગઈ હતી. જામમાં ફસાયેલા લોકોને ભોજન, પાણી અને શૌચાલયની સુવિધાઓના અભાવે ઘણી મુશ્ર્કેલીઓનો સામનો કરવો પડ્યો.
આ જામમાં ફસાયેલા લોકોમાં ઉદ્યોગપતિ અને પિનેકલ ગ્રુપના ચેરમેન ડો. સુધીર મહેતા પણ સામેલ હતા. તેઓ એક્સપ્રેસવે પર લગભગ આઠ કલાક સુધી ફસાયેલા રહ્યા અને બાદમાં તેમને હેલિકોપ્ટર દ્વારા પુણે લઈ જવામાં આવ્યા. મહેતાએ બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર હેલિકોપ્ટરથી લીધેલી જામની તસવીર શેર કરી.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ સેક્શનમાં 3 ફેબ્રુઆરીની સાંજે લગભગ 5 વાગ્યે અડોશી ટનલ પાસે એક ગેસ ટેન્કર પલટી ગયું હતું. ટેન્કરમાંથી પ્રોપાઈલિન ગેસ લીક થઈ રહ્યો હતો. આ પછી સુરક્ષા કારણોસર એક્સપ્રેસવેના ઘણા ભાગો બંધ કરવા પડ્યા હતા.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ખજછઉઈ) અનુસાર, ટેન્કરમાં રહેલા પ્રોપિલિન ગેસને અન્ય ટેન્કરોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્ષતિગ્રસ્ત ટેન્કરને રસ્તા પરથી હટાવવામાં આવ્યું હતું. ત્યારે ધીમે ધીમે ટ્રાફિક જામ ખુલવાનું શરૂ થયું.
ગેસ લીક થયા બાદ પરિસ્થિતિને સંભાળવા માટે ગઉછઋ, જઉછઋ અને ભારત પેટ્રોલિયમ (ઇઙઈક)ની ટીમો ઘટનાસ્થળે તૈનાત કરવામાં આવી હતી. પુણેથી મુંબઈ જતી લેન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી હતી અને ટ્રાફિકને જૂના મુંબઈ-પુણે હાઈવે તરફ વાળવામાં આવ્યો હતો.
પરિસ્થિતિને અમુક હદ સુધી સંભાળવા માટે, પુણે લેનથી મુંબઈ તરફ 15-20 મિનિટના બ્લોકમાં વાહનો જઈ રહ્યા હતા. જોકે, બુધવારે સાંજ સુધી ગેસ લીક ચાલુ રહેતા જામ વધતો જ જઈ રહ્યો હતો. બુધવારે સાંજ સુધી વાહનોની કતારો લગભગ 20 કિલોમીટર સુધી ફેલાઈ ગઈ હતી.
જામ ખુલતા પહેલા ખજછઉઈએ જણાવ્યું હતું કે, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મુંબઈ-બાઉન્ડ કેરેજવે બંધ રાખવામાં આવ્યો હતો, જેના કારણે બંને દિશામાં ટ્રાફિક પ્રભાવિત થયો હતો. આ દરમિયાન એક્સપ્રેસવે પર ટોલ વસૂલાત પણ બુધવારે સવારથી સ્થગિત કરી દેવામાં આવી હતી. જામની અસર બસ સેવાઓ પર પણ પડી. મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ (ખજછઝઈ)ની 165 બસો અલગ-અલગ જગ્યાએ ફસાઈ રહી. બુધવારે 139 બસ સેવાઓ રદ કરવી પડી, જેમાં 73 ઈ-શિવનેરી અને 66 સામાન્ય બસો શામેલ હતી. પરિવહન વિભાગ અનુસાર, 163 બસો એક્સપ્રેસવે પર ફસાઈ રહી. આમાં સાતારાની 46, સોલાપુરની 36, પુણેની 20, સાંગલીની 18, કોલ્હાપુરની 13, પાલઘરની 12, થાણેની 11 અને મુંબઈ ડિવિઝનની 7 બસો સામેલ હતી.
મુંબઈ-પુણે એક્સપ્રેસવેના સંચાલન અને જાળવણી માટે જવાબદાર ખજછઉઈ અને ઈંછઇ ખઙઊઙકની ટીમો ઋખ રેડિયો, સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા મુસાફરોને સતત અપડેટ આપતી રહી. લોકોને અપીલ કરવામાં આવી હતી કે જો અત્યંત જરૂરી ન હોય તો મુસાફરી ટાળે અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે.



