શ્રાવણ માસના પ્રથમ સોમવારે જટાશંકર મહાદેવના દર્શન કરવા ભક્તોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
- Advertisement -
જૂનાગઢ ગીરનારને હિમાલયના પ્રપિતામહ તરીકે ઓળખાઈ છે.ત્યારે ગીરનાર પર્વત પર અનેક ધર્મસ્થાનો આવેલ છે.જેમાં ગીરનારની ગીરીકંદરાઓમાં અનેક શિવ મંદિરો આવેલા છે.જેમાં શિવગુફા તથા ગિરનારનું મુખ્ય પ્રવેશ દ્વારે બિરાજમાન જટાશંકર મહાદેવને કુદરતી રીતે જળાભિષેક થાય છે.ગીરનાર પર્વત ભારે વરસાદના લીધે પહાડોનું પાણી સીધું જટાશંકર મહાદેવને જળાભિષેક કરે છે. આજથી શરુ થતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે જટાશંકર મંદીરે બિરાજમાન મહાદેવના દર્શન કરવા શિવ ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આજના પ્રથમ સોમવારે જટાશંકર મંદિરના મહંત શ્રી પૂર્ણાનંદ બાપુ દ્વારા સવારથી મહાદેવની વિશેષ પુજાન અર્ચન અને મમહા આરતી સાથે જટાશંકર મહાદેવને વિશેષ શ્રુંગાર કરવામાં આવ્યો હતો જયારે જટાશંકર મહાદેવ મંદિર ગીરનારની ગોદમાં આવેલું છે.અને ચોતરફ ગીરનારની લીલીછમ વનરાઈ વચ્ચે મહાદેવ મંદિર હોવાને લીધે ભાવિકો કુદરતી વાતાવરણને માણવાની સાથે નયનરમ્ય નજારો અને પહાડોના કુદરતી રીતે વેહતાં ઝરણાંમાં સ્નાન કરવા ખુબ મોટી સંખ્યામાં પધારે છે.શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં દૂર દૂર થી શિવ ભક્તો મહાદેવની વિશેષ પૂજા કરવા પધારે છે.