ઝૂલતાં પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલની છબી સુધારવા સોશિયલ મીડિયામાં ટીમ એક્ટિવ કરાઈ
જયસુખ પટેલના સમર્થનમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ’ કેમ્પેઈન શરૂ કરાયું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટનામાં135 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને તેના આરોપીઓની હજી તો માંડ ધરપકડ થઈ છે, હજુ કોર્ટની સુનાવણી પહેલા પીડિત પરિવારોના ઘા હજુ રૂઝાયા નથી એવામાં મોરબીના કેટલાંક લોકો જયસુખ પટેલના સમર્થનમાં અવાજ ઉઠાવાતા જોવા મળી રહ્યા છે. હકીકતમાં, પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઉભું કરવા એક ટીમ સક્રિય કરવામાં આવી છે. બુધવારે જ મોરબી સેશન્સ કોર્ટ દ્વારા મુખ્ય આરોપી જયસુખ પટેલના 8 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ આપ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં જયસુખ પટેલના સમર્થનમાં એક કેમ્પેઈન શરૂ થયું છે જેમાં ‘I SUPPORT જયસુખભાઈ પટેલ અને તેમના પરિવાર અંગેની માહિતીઓ લખવામાં આવી છે. જેને ફરી પાછું સમાજિક વિચારધારા સાથે જોડવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં લખ્યું છે કે, ‘ઈં જીાાજ્ઞિિં જયસુખભાઈ પટેલ. ઓ.આર.પટેલ કે જેમને મોરબીના ભમાશા તરીકે ઓળખવામાં આવે છે તેમના પરિવારની વિચારધારા હંમેશાના માટે સેવાની રહી છે. જેમના દીકરા જયસુખભાઇ પટેલનો પણ સામાજીક પ્રવૃતિઓમાં સિંહફાળો રહ્યો છે. આવા ઉચ્ચત્તમ વિચારોવાળા 10-15 રૂપિયાની ટિકિટમાં કોઈ દિવસ ખોટુ ના કરે, બાકી તો એક્સિડેન્ટ તો હજારો થાય જ છે, તેનું દુ:ખ સમાજના દરેક લોકો ને છે. આવોઆપણે સૌ સાથે મળીને જયસુખભાઇને સપોર્ટ કરીએ. હું મોરબીના સમાજ સેવક સાથે છું.’
જયસુખ પટેલ અને દિપક પારેખ હજુ સુધરતા નથી, નિર્દોષ સાબિત થવાના ધમપછાડા છોડતા નથી
પોલીસ અને કોર્ટ પર સોશિયલ મીડિયા મારફતે પ્રેશર ઊભું કરવા એક ટીમ ઉતારવામાં આવી!
- Advertisement -
આ અંગેની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ લખાણ સાથેનો ફોટો મોરબીના વિવિધ વોટ્સેપગ્રુપ અને ફેસબૂક પર મૂકવામાં આવી રહ્યો છે. બાદમાં આવા પોસ્ટર લોકો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે. જયસુખ પટેલના સગાંવહાલાંઓ સહિત કેટલાંક અજાણ્યા લોકો ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ પર તેમજ વોટ્સએપ પર ફોટો રાખી રહ્યા છે. જેના પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે જયસુખ પટેલની છાપને લોકોની સામે સુધારવાનો એક ટીમ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. એક ચોક્કસ સમૂહ હે સમાજિક આગેવાન તરીકે અને સમાજના ઉદ્ધાર કરનાર તરીકે જયસુખ પટેલની છાપ ઉભી કરવાની કોશિશ કરી છે ત્યારે હવે જોવાનું રહેશે આગામી દિવસમાં કોર્ટ દ્વારા જ્યારે મોરબી ઝૂલતાં પુલની સુનાવણી હાથ ધરવામાં આવે છે એ સમયે જયસુખ પટેલ સામે 135 લોકોના મોત કે પછી કેટલાંક લોકો નનામી લોકો દ્વારા શરૂ કરવામાં આવેલું I SUPPORT જયસુખભાઈ પટેલ કેટલું અસરકારક બનશે.
‘ખાસ-ખબર’એ જયસુખ પટેલ ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી હોવાનું સૌપ્રથમ જાહેર કરેલું
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાની ગણતરીની કલાકોમાં સમગ્ર મામલાની તપાસ કર્યા બાદ ખાસ-ખબરે સૌપ્રથમ જાહેર કરેલું હતું કે, ઓરેવાનો માલિક જયસુખ પટેલ જ મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે, તેની પર સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ થવો જોઈએ. ઝૂલતા પુલ દુર્ઘટનાના કલાકોમાં ભાગી ગયેલા જયસુખ પટેલના ઠેકાણા પણ ખાસ-ખબરે સૌપ્રથમ જણાવ્યા હતા પણ પોલીસે જયસુખ પટેલને પકડવા નિરસતા દાખવી હતી. અંતે કોર્ટના આદેશ બાદ ભાગેડુ જયસુખ પટેલ હાજર થયો હતો અને હવે જેલના સળિયા પાછળથી ન્યાયતંત્ર પર દબાણ કરવાના પ્રયાસ કરી રહ્યો છે.
‘I SUPPORT જયસુખ પટેલ’ કેમ્પેઈન દિપક પારેખના શૈતાની દિમાગની ઉપજ
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાને ‘ભગવાનની ઈચ્છા’ (એક્ટ ઓફ ગોડ) ગણાવનાર ઓરેવા કંપનીનો મેનેજર અને જયસુખ પટેલનો ચમચો દીપક પારેખ જેલમાં પણ સીધો રહેતો નથી. હાલ જેલમાં રહેલા દિપક પારેખે જ આઈ સપોર્ટ જયસુખ પટેલ કેમ્પેઈન શરૂ કરાવ્યું છે. સોશિયલ મીડિયામાં શરૂ થયેલું જયસુખ પટેલ માટે સમર્થન ઉભું કરી છબી સુધારવાનું કેમ્પેઈન દિપક પારેખના જ શૈતાની દિમાગની ઉપજ છે.
ઝૂલતાં પુલ દુર્ઘટનાનાં આરોપી જયસુખ પટેલને દૂધે ધોયેલો માનનારાઓ પાસે અમુક સવાલોથી ભાગતા કેમ ફરે છે?
જયસુખ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર સક્રિય ટીમના સભ્યો દાવો કરી રહ્યા છે કે, જેમને ઓરેવા જેવી કંપની શરૂ કરી અને હજારો લોકોને રોજગારી અને લાખો પરિવારની મદદ કરી તેવા પરિવારના લોકોએ શહેરના ભલા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત એક પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે ધર્મ કરતાં ધાડ પડી, માણસ 100 કામ સારા કરે 1 કામમાં થોડી ચૂક થઈ તો પણ લોકો આગળના કામ ભૂલી જાય છે. જોકે આ તમામ બાબતો સત્ય હોય તો પણ 135 લોકોની મૃત્યુ માટે જવાબદાર ઓરેવામાં જયસુખ પટેલ માફીને લાયક નથી. જો જયસુખ પટેલ દૂધે ધોયેલા હતા તો ભાગ્યા કેમ? અને શા કારણોસર તેમણે મોરબી પુલ સમારકામથી લઈ ઉદ્દઘાટનમાં બેદરકારી દાખવી?