‘આર્થિક 10% અનામતનો ચુકાદો પાટીદાર આંદોલનને આભારી’
સમાજના ઘણા લોકોએ આ અનામત માટે પોતાના બલિદાન પણ આપ્યા
- Advertisement -
આર્થિક રીતે નબળા વર્ગ (ઊઠજ) માટે 10 ટકા અનામતની સિસ્ટમ પર સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાની તરફેણ કરી છે. જો કે, પાંચમાંથી 3 જજે તરફેણ કરી છે. જ્યારે સિદસર ઉમિયાધામના જયરામ વાંસજાળીયાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું હતું કે, આર્થિક રીતે કોઈપણ સમાજના નબળા માણસો હોઈ તેને અનામતનો લાભ મળશે. સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામ સમાજે વધાવવો જોઈએ તેમજ અભિનંદન પણ પાઠવવા જોઈએ.
જયરામ વાંસજાળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આર્થિક રીતે નબળા વર્ગને મુખ્યધારામાં લાવવા માટે અનામત અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પાટીદાર અનામત આંદોલનના કારણે લીધો છે. આ પાટીદાર આંદોલનની સફળતા છે. સમાજના ઘણા લોકોએ આ અનામત માટે પોતાના બલિદાન પણ આપ્યા છે. અનામત મેળવવા માટે સમાજે ઘણા યુવાનો ગુમાવ્યા છે.
પાટીદાર સમાજમાં 800 લોકો એવા પણ છે કે, જેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે. તેવા લોકોને ઉમિયાધામ સિદસર ધામ દ્વારા અનાજ કરીયાણા સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવે છે.
- Advertisement -
આર્થિક રીતે નબળા વર્ગ (ઊઠજ) માટે 10 ટકા અનામતની કાયદેસરતા પર સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ આર્થિક રીતે પછાત વર્ગ માટે અનામતને યોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે તેમને અનામત આપવાથી બંધારણની કોઈ કલમનો ભંગ થતો નથી. પાંચમાંથી ચાર જજે આર્થિક રીતે પછાત લોકોને અનામત આપવાનું યોગ્ય ગણાવ્યું છે.