જરૂરિયાતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ અને કેલિપર્સ ઉપલબ્ધ, દર્દીઓએ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સામાજિક, સાંસ્કૃતિક અને તબીબી ક્ષેત્રે અગ્રેસર સરગમ ક્લબ અને કમાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શહેરમાં જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 1 સપ્ટેમ્બર, સોમવારથી 3 સપ્ટેમ્બર, બુધવાર 2025 દરમિયાન સરગમ ભવન, જામટાવર રોડ, નવી કલેક્ટર કચેરીની બાજુમાં યોજાશે.
- Advertisement -
સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા મુજબ, કેમ્પમાં વિકલાંગતા ધરાવતા જરૂરતમંદ લોકોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવશે અને કેલીપર્સ પણ મફતમાં આપવામાં આવશે. જે લોકોએ અગાઉ સાધનો મેળવ્યા છે અને તેમને રીપેરિંગ કરાવવાનું હોય તેઓએ પણ 1 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 કલાકે હાજર રહેવું રહેશે.
કેમ્પમાં નોંધણી માટે ફોટોવાળું સરકાર માન્ય ઓળખપત્ર (આધાર કાર્ડ) અને ડોક્ટરનું વિકલાંગ સર્ટિફિકેટની નકલ લાવવાની રહેશે. આ કેમ્પની સફળતા માટે સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ અને કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તથા રશ્મીભાઈ કમાણીનો ખાસ સહયોગ પ્રાપ્ત થયો છે. વિગતો માટે સંપર્ક: 0281-2457168