ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ 2024ની તમામ તૈયારીઓ તેનાં આખરી ચરણ પર છે. સમસ્ત જૈન સમાજ જયાં એક સુત્રતાથી બંધાઈને માં જગદંબાની આરાધના સાથે નવરાત્રીનું પર્વ રાસોત્સવ દ્વારા માણે છે સતત સાતમાં વર્ષે એજ સ્થળ પર યોજાવા જઈ રહેલ આ રાસોત્સવમાં આયોજકોની દિર્ઘદ્રષ્ટિ માઈક્રોપ્લાનીંગ, વિવિધ કમીટીનાં કાર્યકર્તાઓનાં ટીમવર્ક દ્વારા ઉડીને આંખે વળગે તેવી વ્યવસ્થા સાથે આ રાસોત્સવ યોજાવા જઈ રહયો છે ત્યારે જૈનમનાં કમિટી મેમ્બરોમાં પણ અનેરો ઉત્સાહ છવાયેલો છે. કાલાવડ રોડ ખાતે જૈનમ પરિવારનાં જ સભ્ય એવા દિલીપભાઈ મહેતાનાં સહયોગથી તેમનાં નવા વ્યવસાયીક સાહસ એવા દાદાજી કાફે ખાતે કમિટી મેમ્બરોની એક મિટીંગ મળી હતી. આ મીટીંગમાં આજ સુધીની થયેલી કામગીરીનું રિપોર્ટીંગ કરવામાં આવ્યુ હતુ. આયોજનની માહિતી નાનામાં નાની વિગતો વિશેની છણાવટ કરવામાં આવી હતી. મીટીંગની પ્રારંભે ધિરેનભાઈ ભરવાડાએ નવકાર મંત્ર દ્વારા મિટીંગની શરૂઆત કરાવી હતી.
- Advertisement -
મનીષભાઈ મહેતાએ ઉપસ્થિત તમામ મેમ્બરોને શબ્દોથી આવકાર આપ્યો હતો. આ મીટીંગમાં નિલેશભાઈ દેસાઈ અને વૈભવભાઈ સંઘવીએ કમિટી મેમ્બરોમાં ઉત્સાહનો સંચાર થાય અને આ આયોજનનાં બાકીનાં જુજ દિવસોમાં તમામ મેમ્બરો પોતાની શિરે આવેલી જવાબદારીને સફળતા પૂર્વક પૂર્ણ કરે તેવુ જોમભર્યુ ઉદબોધન પાઠવ્યુ હતુ. સંસ્થાનાં જીતુભાઈ કોઠારીએ ઉપસ્થિત કમીટી મેમ્બરોને નવરાત્રી મહોત્સવની તમામ તૈયારી અંગે માહિતગાર કર્યા હતા. ઉદયભાઈ ગાંધીએ આભાર વિધી દ્વારા મીટીંગની પૂર્ણાહુતી કરાવી હતી. મીટીંગનું ખુબ સુંદર સંચાલન વિભાશભાઈ શેઠએ કરેલ હતુ આ મિટીંગમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં હાજર રહેલા કમીટી મેમ્બરોએ છેલ્લા દિવસોમાં પોતાની તમામ ઉર્જાનો ઉપયોગ કરીને જૈનમ પરિવારને ઉપયોગી થવા અંગે ખાતરી આપી હતી.