ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
જૈન ફોર યુ ગ્રુપના માધ્યમથી રાજકોટ શહેરના જૈન ધર્મ પાળતા લોકોના ધાર્મિક લઘુમતી તથા બિનઅનામત યોજના અંતર્ગત મળતાં લાભો વિશેની માહિતી આપતી સામાજિક શૈક્ષણિક માહિતી આપતી શિબિરનું આયોજન મહાવીરનગર સ્થિત જૈન ઉપાશ્રય ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના રહેવાસી જૈન ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો.
- Advertisement -
ભારત સરકાર દ્વારા વર્ષ 2014થી જૈન સમુદાયને ધાર્મિક લઘુમતી દરજ્જો આપવામાં આવેલો છે, જેનું અમલીકરણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2016માં કરાતા જૈન સમુદાયના લોકોને બિનઅનામત વર્ગમાં આવરી લેવામાં આવ્યા છે. આ સંપૂર્ણ શિબિર સંસ્થાના પ્રમુખ જીજ્ઞેશ દિલીપભાઈ શાહ દ્વારા યોજવામાં આવી હતી. જેમાં ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારની બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ તરફથી મળતી યોજનાઓ જે જૈન સમુદાયને લગતી સ્વરોજગારલક્ષી યોજના, કોમર્શિયલ પાયલોટની તાલીમ લોન વ્યાજ સહાય યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના માટેની યોજના, ભોજનબીલ સહાય યોજના, ની, જી, ગુજકેટ પરીક્ષા કોચીંગ યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલિમ સહાય, સ્નાતક તબીબી, ડોકટર, એન્જિનિયર, ટેકનિકલ સ્નાતક માટે લોન યોજના વિગેરે જેવી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના શૈલેષ બાદની, હિમાંશુ મહેતાએ હાજરી આપી હતી તેમજ શિબિરને સફળ બનાવવા માટે મહામંત્રી પુષ્પક જૈન, ઉપપ્રમુખ વર્ષા દોશી, મંત્રી વિમલ બોટાદરા, કોષાધ્યક્ષ રીમા શાહ, સદસ્યો પરેશ દફતરી, નેવીલ કોઠારી, ભાવેશ દોશી, વિશાલ મહેતા, તેજસ શાહ, મિલન કોઠારી, વિરલ જાટકિયા વગેરે લોકોએ જહેમત ઉઠાવી હતી.