ગિરનારની લીલુડી પરિક્રમા નિયત સમય કરતાં આજ સવારનાં 6 વાગ્યાથી જ શરૂ
ભવનાથ તળેટીમાં માનવ મહેરામણ ઉમટી પડતા વેહલી પરિક્રમા શરૂ કરી દેવાઈ
- Advertisement -
પરિક્રમાના રૂટ પર સાધુ સંતો અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા
પરિક્રમા રૂટ પર જરૂરી ચીજ વસ્તુની મીની બજાર જોવા મળી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં યોજાતી લીલુડી પરિક્રમાનો એક દિવસ પૂર્વે પ્રારંભ કરી દેવામાં આવ્યો, ભાવિકોની ભીડ સતત ભવનાથ તળેટીમાં વધી જતા તંત્ર દ્વારા આજે સવારે 6 વાગેથી ઇટવા ગેઇટથી ભાવિકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને 36 કિલો મીટરના રૂટ પર એક લાખ ભાવિકો પરિક્રમા કરવા ઉમટી પડ્યા હતા આજરાત સુધીમાં બે લાખથી વધુ ભાવિકો પરિક્રમામાં આવે તેવી સંભાવના સેવાઈ રહી છે પરિક્રમા કારતક સુદ અગિયારશના દિવસે મધ્ય રાત્રીથી વિધિવત શરુ થતી હોઈ છે પણ ભાવિકોનો સતત પ્રવાહ જોઈને તંત્ર દ્વારા ભાવિકોને પરિક્રમા રૂટ પર પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો ત્યારે પરિક્રમા રૂટ પર દિગંબર સાધુ સંતો ધુણી ધખાવી ને જય ગિરનારી નાદથી ગુંજ જોવા મળી રહીછે બીજી તરફ 200 જેટલા અન્નક્ષેત્રો ધમધમતા જોવા મળી રહ્યા છે ત્યારે ભાવિકો નો સતત પ્રવાહ ભવનાથ તળેટી તરફ જોવા મળી રહ્યો છે ભાવિકોના ઘસારાને ધ્યાને લઈને ગિરનાર તળેટી જવાનો માર્ગ સોનાપુરી સ્મશાન પાસેથી બંધ કરી દેવામાં આવ્યો હતો આજે ભરડાવાવ થી રસ્તો ન બંધ કરી દેવામાં આવશે આમ હવે 36 કિલો મીટર ની જગ્યા એ ભાવિકો ને વધુ 3 કિલો મીટર વધુ ચાલવું પડશે આ વર્ષે 15 લાખ થી વધુ પરિક્રમા કરવા ભાવિકો આવશે તેવી સંભાવના સેવાઈ રહી છે.
- Advertisement -
પરિક્રમા રૂટ પર અન્નક્ષેત્રો ધમધમ્યા
ગિરનારની લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા અન્નક્ષેત્રો દ્વારા ચા, પાણી, ભોજન પ્રસાદ સહીતની સુવિધાથી સજ્જ બન્યા તેની સાથે વર્ષોથી સેવાયજ્ઞ ધરાવતી અન્નક્ષેત્રની સંસ્થા દ્વારા વિના મુલ્યે ભોજન સહીતની સુવિધા પુરી પાડવામાં આવશે.
પરિક્રમા રૂટ પર તમામ ચીજ વસ્તુ ઉપલબ્ધ
ગિરનાર પરિક્રમા કરવા આવતા ભાવિકોને જરૂરી ચીજ વસ્તુ ફમળી રહે તેના માટે પરિક્રમા રૂટ પર દૂધ, પાણી, ફ્રૂટ, બેટરી, ચપ્પલ, શાકભાજી સહીતની વસ્તુઓના નાના સ્ટોલ શરુ કરી દેવામાં આવ્યા છે તેની સાથે આરોગ્ય વિભાગ જરૂરી મેડિકલ દવા સાથે આરોગ્ય કેન્દ્ર શરુ કરી દેવામાં આવ્યા છે અને જંગલમાં મીની બજારો જોવા મળી રહી છે.