ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
માણાવદર ના માર્કેટિંગ યાર્ડમાં થોડા સમય પહેલા ચેરમેને રાજીનામું આપતા આજરોજ ચેરમેનની બાકીની મુદત માટે ચૂંટણી યોજાઈ હતી જેમાં જિલ્લા રજિસ્ટરના અધ્યક્ષ સ્થાને બોર્ડ ઑફ ડિરેક્ટરની હાજરીમાં ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી જેમાં ફરીવાર ચેરમેન તરીકે જગદીશભાઈ બિનહરિફ ચૂંટાય આવ્યા હતા. આ તકે તેને ભાજપના જિલ્લા પ્રમુખ કિરીટભાઈ પટેલ અને ચેરમેન દિનેશભાઈ ખટારીયા, માણાવદર ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, આહિર અગ્રણીએ નારણભાઈ સોલંકી સહિતનો આભાર વ્યક્ત કર્યો હતો.
માણાવદરમાં માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન પદે જગદીશભાઈની બિનહરીફ વરણી
