વનવિભાગ દ્વારા માનવભક્ષી સિંહણને ધટનાની કલાકોમાં જ ટ્રાન્ગ્યૂલાઈજ કરી પાંજરે પૂરી
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ, તા.5
જાફરાબાદના ટીંબી ગામના સીમ વિસ્તારમાં ખેડૂત યુવાન મંગાભાઇ બોધાભાઇ બારૈયા ઉ.વ.35 ખેતી કામ કરી રહ્યાં ત્યારે અચાનક એક સિંહણ આવીને ખેડૂત યુવાન પર હુમલો કર્યો હતો અને સિંહણે ખેડૂત યુવાનને ઢસડીને લઈ ગઈ ફાડી ખાધો હતો. સિંહણ મૃતદેહને છોડતી ન હતી અને લોકોના ટોળેટોળા પણ એકઠા થયા હતા. આ ધટના પગલે જાફરાબાદ અને જસાધાર રેન્જ વનવિભાગ ટીમ ધટના સ્થળે પહોંચી હતી અને હુમલાખોર સિંહણ પાસેથી માનવ મૃતદેહ છોડાવવા માટે વનવિભાગે જેસીબી અને ટ્રેકટરનો ઉપયોગ કર્યો હતો. શેત્રુંજી ડીવીઝન અને જસાધાર રેન્જના વનવિભાગ ટીમ દ્વારા ધટનાની કલાકોમાં જ માનવભક્ષી સિંહણને ટ્રાન્ગ્યૂલાઈજ કરી પાંજરે પુરવામાં સફળતા મળી હતી. સિંહણ પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.